ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મૂળ રહીશ પ્રવીણભાઈ ભગવાનભાઈ ટંડેલ નામના 54 વર્ષના માછીમાર આધેડને ગઈકાલે સોમવારે બપોરે તેમની લક્ષ્મીદેવી નામની બોટમાં આરામ કરતી વખતે છાતીમાં દુખાવો પડ્યા બાદ તેમને હાર્ટ એટેક આવી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ અશોકભાઈ બાબુભાઈ ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.
અન્ય એક બનાવમાં દ્વારકા તાબેના ખતુંબા ગામની વાડી વિસ્તારમાં રહેતા ઓઘડભા ભીખાભા સુમણીયા નામના 58 વર્ષના આધેડને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ થયું હોવાની જાણ કિશનભા પબુભા સુમણીયાએ દ્વારકા પોલીસને કરી છે.