જામનગર તાલુકાના બેડ ગામની સીયારી સીમમાં આવેલી સાડા નવ વીઘા ખેતીની જમીન રાજકોટના શખ્સે પોતાના નામે કરી લેવા બનાવટી સ્ટેમ્પ અને સોગંદનામા બનાવી અન્ય વ્યક્તિના અંગુઠા મારી વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના બેડ ગામમાં રહેતાં ચંદુભાઈ રાજાભાઈ ઓડીચ (લતાકુંવર નિતુકુંવર કીનર) (ઉ.વ.65) (હાલ હીજડા ગલી, બરાંગપુરા, શીવાજી ચોક, વડોદરા) માં રહેતા વૃદ્ધ કીનરના પરિવારની સંયુકત માલિકીની બેડ રેવન્યુ સર્વે નંબર 115 અને 116 ની જૂની શરતની કુલ ક્ષેત્રફળ હે. 1-45-69 અંદાજે સાડા નવ વિઘા ખેતીની જમીન પોતાના નામે કરવા રાજકોટમાં રહેતાં કિનરના ભાઈ ગીરીશ રાજા ઓડીચ એ ચંદુભાઈના તેમજ અન્ય નામોના હકપત્રક કમી કરાવા માટે 20 રૂપિયાના સ્ટેમ્પવાળા બનાવટી સોગંદનામા ત્ કરી અન્ય વ્યક્તિઓના ફોટા ચોટાડી ખોટી સહીઓ અને અંગુઠા મારી ખરા તરીકે ઉપયોગ કરી વિશ્વાસઘાત કરીને જમીન વેંચાણ કર્યાના બનાવમાં પીઆઈ વી.જે. રાઠોડ તથા સ્ટાફે ગીરીશ ઓડીચ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.