જામનગર શહેરમાં ભારે વરસાદને પરિણામે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલમાં મૂકાયા હતાં. ત્યારે વોર્ડ નંબર 11 માં પણ વરસાદી પાણી ભરાવાને કારણે તારાજી સર્જાઇ હતી. જેમાં સ્થાનિક અગ્રણીઓ એ લોકોની સેવામાં જોડાયા હતાં.
જામનગર શહેર-જિલ્લામાં ભારે વરસાદને પરિણામે અનેક નદી-નાળા-તળાવો-ડેમો છલકાયા હતા જેના પરિણામે તેના પાણી શહેરમાં પણ ઘુસી ગયા હતાં. જેથી અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં જામનગર શહેરના વોર્ડ નંબર 11 માં અનેક વિસ્તારો-સોસાયટીઓમાં પાણી ભરાઇ જવા પામ્યા હતાં. જેના પરિણામે વિસ્તારના રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા હતાં. આવા કપરા સમયે આ વિસ્તારના સ્થાનિક અગ્રણી હીનલભાઈ તથા તેમની ટીમ પાણીથી અસરગ્રસ્ત સ્થાનિક લોકોની વહારે આવ્યા હતા અને તેમની સેવામાં જોડાયા હતાં. આ ટીમ દ્વારા જરૂરિયાતમંદોને અન્નપૂર્ણા મંદિરેથી ફુડપેકેટ સહિતની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.