Friday, December 27, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાંથી જીરૂની ચોરી

ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાંથી જીરૂની ચોરી

- Advertisement -

ખંભાળિયા નજીકના દ્વારકા – જામનગર માર્ગ પર આવેલા માર્કેટિંગ યાર્ડના શેડ નંબર 5 માં હિતેશભાઈ ધાનાભાઈ છુછર (રહે. મેઘપર ટીટોડી, તા. કલ્યાણપુર) નામના વેપારી યુવાને તેમના ખેત ઉપજના જીરુના બે બાચકા રાખ્યા હતા. રૂ. 30,000 ની કિંમતના 120 કિલોગ્રામ જીરુના આ બે બાચકા થોડા દિવસો પૂર્વે કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ તેમના દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
આ પ્રકરણના અનુસંધાને ખંભાળિયાના પીઆઈ બી.જે. સરવૈયા તેમજ પી.એસ.આઈ. વી.બી.

- Advertisement -

પીઠીયાની ટીમ દ્વારા સર્વેલન્સ સ્ટાફને સાથે રાખીને કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત સીસીટીવી કેમેરા ચેક કરી, આ પ્રકરણમાં પેટ્રોલીંગ દરમિયાન એએસઆઈ હેમતભાઈ નંદાણીયા અને યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ચોરી પ્રકરણમાં સંડોવાયેલા અહીંના હાપીવાડી (હર્ષદપુર) વિસ્તારના રહીશ નરોતમ રામજીભાઈ નકુમ નામના 45 વર્ષના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.

આ શખ્સના કબજામાંથી ચોરીના છ મણ જીરુ તેમજ રૂપિયા 15,000ની કિંમતના મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 45,000 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular