Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરધ્રોલના 748 લોકો દ્વારા ધર્મપરિવર્તનની માંગણીથી તંત્ર દોડતુ થયું

ધ્રોલના 748 લોકો દ્વારા ધર્મપરિવર્તનની માંગણીથી તંત્ર દોડતુ થયું

પ્રાથમિક સુવિધાનો અભાવ તથા પશુઓના મૃતદેહ નાખી જવાની બાબત: માસ-મટન-મચ્છી અને મૃતપશુઓના હાડકાઓ રસ્તે રઝડે છે : અસહ્ય દુર્ગંધ અને રોગચાળો વકરે છે : વર્ષોની સમસ્યા સંદર્ભે અવાર-નવાર રજુઆત છતાં સમસ્યા યથાવત : મુખ્યમંત્રી-કલેકટર સહિતનાને લેખિતમાં માંગણી કરાતાં તંત્ર હરકતમાં

- Advertisement -

જામનગર જિલ્લાના ધ્રોલ ગામમાં પડધરી નાકા પાસેના વિસ્તારમાં રહેતાં અનેક લોકોએ વર્ષોથી પ્રાથમિક સુવિધા અને મૃતક પશુઓના મૃતદેહ રોડ પર નખાતા હોવાની સમસ્યાનું નિરાકરણ ન આવતા મુખ્યમંત્રી અને કલેકટર સમક્ષ ધર્મ પરિવર્તન કરવાની મંજૂરી માગતા ખળભળાટ મચી ગયો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ ગામના પડધરી નાકા પાસેના વિસ્તારમાં રહેતા લોકો વર્ષોથી પ્રાથમિક સુવિધાથી વંચિત રહે છે અને ખાસ કરીને સાત ડેરી મંદિર વિસ્તાર તથા પડધરી નાકા બહાર રહેતાં લોકોના વિસ્તારમાં વર્ષોથી માસ-મટનનો કચરો બેખોફ રીને નખાતો હોય છે અને આ વિસ્તારમાં ખુલ્લેઆમ મટન, મચ્છી, મૃત પશુઓના હાડકા રસ્તા પર નાખે છે જેનાથી અસંખ્ય દુર્ગંધ ફેલાઈ છે અને સાથે સાથે રોગચાળો પણ વકરતો જાય છે રસ્તા અને ગંદકી સહિતના વણઉકેલાયેલા પ્રશ્ર્નો સંદર્ભે તંત્રને અવાર-નવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં વર્ષોની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે સરકારી તંત્રની બેદરકારીથી કંટાળીને આ વિસ્તારમાં રહેતા 748 લોકોએ હિન્દુ ધર્મ ત્યજીને મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા મુુખ્યમંત્રીને સંબોધીને કલેકટર સમક્ષ ધર્મપરિવર્તન કરવાની મંજૂરી માગતા ખળભળાટ મચી ગયો હતો.

આ વિસ્તારના લોકો દ્વારા વર્ષોની પ્રાથમિક સુવિધા અને મૃતક પશુઓના મૃતદેહો રોડ પર નખાતા હોવાથી આ વિસ્તારમાં રહેવું અસહ્ય બની ગયું છે જેના કારણે તંત્રને કરેલી અવાર-નવારની રજૂઆતો છતાં પ્રશ્ર્નોનો નિકાલ ન આવતા આખરે કંટાળીને 748 લોકોએ જામનગર કલેકટર સમક્ષ મુખ્યમંત્રીને સંબોધીને ધર્મ પરિવર્તન કરવાની મંજૂરી માંગી હતી. ઉપરાંત આ વિસ્તારના લોકો દ્વારા કોર્પોરેટર અને ધારાસભ્ય સહિતના પ્રજાના પ્રતિનિધિઓને સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. તેમ છતાં પ્રજાના પ્રતિનિધિઓએ આંખ આડા કાન કરી દઇ મુક પ્રેક્ષકની જેમ જોયા કરે છે. હાલમાં જ લોકો દ્વારા કલેકટરની સાથે સાથે હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવ મહેતા તથા રાજકીય અગ્રણીઓને પણ કુરીયર દ્વારા લેખિત જાણ કરવામાં આવી હતી. જો કે, આ વખતે તંત્ર દોડતુ થઈ ગયું છે અને સમસ્યાના ઉકેલ માટેના પ્રયાસો શરૂ કરી દીધા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular