સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોમાં જોઇ શકાય છે કે લોકો સેલ્ફી અને રીલ્સના ચકકરમાં જીવના જોખમો ખેડી લેતા હોય છે. ત્યારે એવો જ એક ખતરનાક વીડિયો સામે આવ્યો જેમાં એક વ્યકિતએ આકાશને અડતી ઉંચી બિલ્ડિંગ પરથી સેલ્ફી લેવાના ક્રેઝમાં જીવનું જોખમ ખેડયું હતું.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામના livejn નામના એકાઉન્ટ પર અપલોડ થયેલા આ વીડિયોમાં અમેરિકાના ન્યુયોર્કમાં આવેલી એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે. જે લગભગ આકાશને આંબતી 1435 ફુટ ઉંચી બિલ્ડિંગ છે. જેના એન્ટેના પર ઉભા રહીને એક વ્યક્તિ સેલ્ફી લઇ રહ્યો છે. તેના બિંદાશ અંદાજ પર લોકો વાહવાઈ કરી રહ્યા છે. તો વળી કેટલાંક તેના આ ખતરનાક સ્ટંટથી નારાજ પણ છે. ત્યારે વિચારી શકાય છે કે, આજના યુવાનોની ફેમસ થવાની ઘેલછા તેના જીવને કેટલું જોખમ આપી રહ્યા છે. ત્યારે લોકોએ સેફટીફ પ્રત્યે થોડી જાગૃત્તતા કેળવવી જોઇએ. અને સેલ્ફી જેવા શોખ માટે ખતરનાક સ્ટંટને અવગણવા જોઇએ.