Friday, December 27, 2024
Homeરાજ્યહાલારમેઘપરમાં પરપ્રાંતિય શ્રમિક યુવાનને ઘાતક હૃદયરોગનો હુમલો

મેઘપરમાં પરપ્રાંતિય શ્રમિક યુવાનને ઘાતક હૃદયરોગનો હુમલો

તેના ઘરે હુમલો આવતા હોસ્પિટલ ખસેડાયો : સારવાર કારગત ન નિવડી : જામનગરમાં હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મૃત્યુ

- Advertisement -

લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતો અને મજૂરી કામ કરતા યુવાનને હૃદયરોગનો હુમલો આવતા જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું. ઓડીસાના વતની અને હાલ જામનગર શહેરમાં રહેતાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ ઓડીશાના જાજપુર જિલ્લાના મજહીશાહીના વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં આવેલી એસ બી શર્મા સ્કુલ પાસે રહેતો તથા મજૂરી કામ કરતો આશિષકુમાર કલકર દાસ (ઉ.વ.25) નામનો યુવાન મંગળવારે સાંજના તેના ઘરે લઘુશંકા કરવા ગયો ત્યારે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા પ્રથમ ખાનગી કંપનીની હોસ્પિટલમાં અને ત્યારબાદ જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીયત નાજુક જણાતા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની સત્યવ્રત દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, ઓડીશાના ખંડાગોડાનો વતની અને હાલ જામનગર શહેરમાં પંચવટી સોસાયટીમાં આવેલા ડ્રીમ હાઉસ એપાર્ટમેન્ટના બ્લોક નંબર ટી 01 માં રહેતાં પ્રશન્નાકુમાર લક્ષ્મણ મહારાણા (ઉ.વ.59) નામના પ્રૌઢને ચાર વર્ષથી ડાયાબિટીસની બીમારી થઈ હતી દરમિયાન બુધવારે રાત્રિના સમયે તેના ઘરે હૃદયરોગનો હુમલો આવતા બેશુધ્ધ થઈ જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની જાણના આધારે હેકો પી.કે.વાઘેલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular