કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અરજનભાઈ જીવાભાઈ આંબલીયા નામના 54 વર્ષના આધેડે તા. 01-9-2017 થી તા. 10-3-2021 દરમિયાન ભાટિયાના રહીશ મનસુખલાલ હરિદાસ દાવડા અને પ્રતીક મનસુખલાલ દાવડા પાસેથી બે ટકા લેખે 40 લાખ રૂપિયા આજે લીધા હતા. સમયાંતરે તેમણે રૂપિયા 86.50 લાખ રોકડા આપી દીધા પછી પણ વ્યાજ અને મુદ્દલ સહિત રૂપિયા 72.50 લાખની માંગણી કરી, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, બેન્કના ચેક લખાવી લઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.