જામનગરના બર્ધનચોકમાં ભગવાન ઝૂલેલાલના અપમાનને લઇ હિન્દુસેનામાં રોષની લાગણી છવાઈ છે તેમજ શહેરીજનો તથા વેપારીઓને ધાર્મિક ચિન્હો વાળા ફોટા તથા ભગવાનની તખ્તીઓને જ્યાં-ત્યાં ન લગાડવા પણ હિન્દુ સેનાના મંત્રી મયુર ચંદન દ્વારા અપીલ કરવામાં આવી છે.
જામનગરમાં ઘણા સમયથી બર્ધન ચોકના ગેરકાયદેસર પથારા રેકડી વાળાઓ કોઈને કોઈ વિવાદ ઊભા કરતા રહે છે. જેમાં થોડા સમય પહેલા ઈદના દિવસે ગાય માતાનું અપમાન કરી લોકોની ધાર્મિક લાગણી દુભાવી હતી, તેવી જ રીતે ફરી બર્ધન ચોકમાં જ ભગવાન જ ઝુલેલાલના ફોટા પર સફેદ કલર મારી ભગવાનનું અપમાન કર્યુ હતું. બર્ધન ચોકમાં વધુ પડતી સિંધીઓની દુકાનો આવેલ હોય અને જ્યાં જલદેવતા વરૂણદેવના અવતાર ઝુલેલાલ ભગવાનને સિંધી સમાજ શ્રદ્ધાથી ઇષ્ટદેવ તરીકે સ્વીકારતા હોય અને જ્યાં પાણીનું પરબ હોય ત્યાં ભગવાન ઝુલેલાલનો ફોટો લગાવતા હોય અને તેમનું પૂજન કરતા હોય, ત્યારે બર્ધન ચોકમાં પણ જ્યાં જે નિસ્વાર્થ ભાવે સેવાના ભાવથી પાણીનું પરબ આવેલ છે ત્યાં પણ ભગવાન ઝુલેલાલના ફોટા નું અપમાન કર્યુ છેે. જેને લઇ સિંધીસમાજ તથા હિન્દુઓની લાગણી દુભાય છે.
આ અંગે તંત્ર લાલ આંખ કરી કાર્યવાહી કરે તેમ પણ માંગણી કરવામાં આવી છે. જામનગરના તમામ હિન્દુ લોકોને, વેપારીઓને પણ ધાર્મિક ચિન્હો વાળા ફોટા કે ભગવાનના ફોટા જાહેરમાં જ્યાં ત્યાં દીવાલો પર ન ચિપકાવવા હિન્દુ સેના જામનગર શહેર મંત્રી મયુર ચંદન દ્વારા અપીલ કરવામાં આવે છે.