ભારતીય ગીધ વિશ્વસ્તરે સંકટગ્રસ્ત છે..1998ના વાવાઝોડા બાદ જામનગર સહિત સૌરાષ્ટ્ર – ગુજરાતના અનેક શહેર-ગામડા અને જંગલોમાંથી ગીધ નો સફાયો થઈ ગયો હતો અને જામનગરમાંથી તો સંપુર્ણ પણે લુપ્ત થયા હતા.. શુકવારની સવારે જામનગરની ભાગોળે અને ખિજડીયાની પાછળના ભાગે આવેલ જળાશય પાસે ભારતીય ગીધ જોવા મળતા પક્ષીપ્રેમીઓમાં આનંદ ની લાગણી ફેલાય છે. એક જાણકારી અનુસાર 1980 થી 2000 ના દાયકાઓમાં સૌરાષ્ટ્રમાં અનેક વર્ષ દુષ્કાળના રહયા હતા આ દરમ્યાન પશુઓને સાંધાના દુખાવા માટે અપાતી ડાયકલોફેનાક દવાને કારણે આ ગીધ તેની આડઅસરનો ભોગ બનેલા કારણકે ગીધનો મુખ્ય ખોરાક જ મરેલા ઢોર હોય દવા વાળા પશુ મૃતદેહો એ ભારે તબાહી મચાવેલ અને બાકીની કસર વાવાઝોડા એ પુરી કરી હોય તેમ 1990 પછી ના 10-15 વર્ષમાં ભારતીય ગીધ ની વસતીમાં 97% નો ઘટાડો નોંધાયો હતો અને આ પ્રજાતિ લુપ્ત થવાની કતાર પર આવી ગયેલ છે. જો કે સરકારે 2008 પછી આ ઘાતક દવા પર પ્રતિબંધ જાહેર કરેલ તેમ છતાં આ દવાનો ઉપયોગ થતો રહેલ અને ભારતીય ગીધ હાલમાં ખુબ જ જુજ સંખ્યામાં બચ્યા છે.