Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારખાખરડાના વૃદ્ધની ઘાતકી હત્યા પ્રકરણમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

ખાખરડાના વૃદ્ધની ઘાતકી હત્યા પ્રકરણમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

મૃતક વૃદ્ધનો અવાજ સાંભળી ખેતમજૂર દોડયો : ‘તું બાજુમાં નહીં આવતો નહીં તો તને પણ મારી નાખશે ’- મૃતકે ખેતમજૂરને કહ્યું: પોલીસ દ્વારા ગુનો નોંધી હાથ ધરાતી તપાસ

- Advertisement -

કલ્યાણપુરથી આશરે 12 કિલોમીટર દૂર આવેલા તાલુકાના ખાખરડા વિસ્તારમાં રહેતા 80 વર્ષના એક વયોવૃદ્ધ આસામીની સોમવારે રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે હિચકારી હત્યા થયાનો પોલીસ ચોપડે નોંધાયો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ, કલ્યાણપુર તાબેના ખાખરડા ગામે સંયુક્ત પરિવારમાં રહેતા વનરાજસિંહ વજુભા જાડેજા (ઉ.વ. 52) તથા તેમના નાના પુત્ર હરપાલસિંહ વિગેરે ખાખરડા ગામે તેમના ઘરે હતા અને સાંજના આશરે 6:30 વાગ્યાના સમયે તેમની ખાખરડા ગામની પરબડી સીમમાં આવેલી તેમની વાડીએ રહેતા અને પશુઓને ચારો નાખતા તેમના પિતા વજુભા બનેસંગ જાડેજા (ઉ.વ.80) ને નાનો પુત્ર હરપાલસિંહ ટિફિન આપી આવ્યા બાદ સોમવારે રાત્રિના આશરે પોણા નવ વાગ્યાના સમયે પોતાની વાડીના મકાનના ફળિયામાં સુતા હતા.

અહીં નજીકમાં રહેતા મજુર વિક્રમભાઈ નામના એક આસામીનો વનરાજસિંહ વજુભા જાડેજાને ફોન આવ્યો હતો કે તમારા પિતા પર અજાણ્યા શખ્સે ધારીયા જેવા હથિયાર વડે હુમલો કરતા તેમના અવાજથી ત્યાં પહોંચેલા વિક્રમભાઈને તેમણે કહ્યું હતું કે “તું બાજુમાં ના આવતો. નહીં તો તને પણ મારી નાખશે.” જેથી વિક્રમભાઈ તથા તેમની પત્ની અને બાળકો ડરી અને તેમના ખેતરમાં ભાગી ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું. જેથી વજુભાના પુત્ર વનરાજસિંહ અને તેમનો નાનોભાઈ હરપાલસિંહ તથા પિતરાઈ ભાઈઓ તાકીદે તેમની વાડીએ દોડીને ગયા હતા ત્યાં જઈને જોતા ખાટલા પર લોહી લુહાણ હાલતમાં મૂર્છિત અવસ્થામાં વજુભા જાડેજાનો મૃતદેહ પડ્યો હતો.

- Advertisement -

આમ, ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે વજુભા જાડેજાના ગળાના તેમાં શરીરના અન્ય ભાગમાં અજાણ્યા શખ્સએ હુમલો કરતા તેમને જીવલેણ ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ બનતા મૃતકના પરિવારજનો દ્વારા 112 ને જાણ કરવામાં આવતા કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો મેળવી, કલ્યાણપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના પુત્ર વનરાજસિંહ વજુભા જાડેજાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે વિધિવત રીતે ગુનો નોંધ્યો છે. આરોપીને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સાથે વૃદ્ધની ઘાતકી હત્યા શખ્સની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. નિર્મમ હત્યાના આ બનાવે નાના એવા ખાખરડા ગામમાં ભારે ચકચાર પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular