જામનગર ઉત્તર વિધાનસભાના ધારાભ્ય દ્વારા અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત રક્ષા કવચ મેળવનાર બુથ પ્રમુખનું નિધન થયા બાદ તેમના પરિવારને રૂા. 10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે 600 થી વધુ લાભાર્થીઓને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનું રક્ષાકવચ પૂરુ પાડવામાં આવ્યું હતું. જેમાં 2300 બુથ પ્રમુખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો તેમના જ એક બુથ નંબર 109 ના પ્રમુખનું આકસ્મિક નિધન થયું છે તેમના પરિવારને રૂા.10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ તેમને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય રીવાબા જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ કનખરા, કોર્પોરેટર મુકેશભાઇ માતંગ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, શહેર ભાજપા મહામંત્રી વિજયસિંહ જેઠવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.