જામનગર શહે2માં અનેકવિધ સેવાકીય કાર્ય કરતી સંસ્થાઓ હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વા2ા સમયાંતરે જામનગ2 શહેરમાં શૈક્ષણિક, તબીબી સહાય, ધાર્મિક, સામાજીક-2ાષ્ટ્રીય, સ્વાસ્થ્ય અને પર્યાવરણલક્ષી અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં જામનગર શહેરના રમતવીરો માટે વધુ એક નજરાણું હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત કેદાર લાલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવેલ છે. જેમાં પ્રથમ જ પ્રવૃતિ ખાસ નિશાનબાજ ખેલાડીઓ માટે ભવ્ય અતિઆધુનિક સુવિધા સાથેની કેદાર લાલ શુટીંગ એકેડેમીનું ઉદ્ધાટન કરવામાં આવેલ છે.
જામનગર ખાતે હાપા માર્કેટીંગ યાર્ડ પાસે, 4પ મીટ2 2ોડ પ2 શ્રીજી કોમર્શિયલ સેન્ટ2 ખાતે લાલ પરિવાર દ્વારા કેદાર લાલ ર્સ્પોટસ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવેલ છે. જયાં ગત શનિવાર તા.29ના 2ોજ કેદાર લાલ શુટીંગ એકેડમીનું ઉદ્ધાટન ગુજરાત સ્ટેટ રાયફલ એસોસીએશનના પ્રમુખ અજયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ જામનગર જીલ્લાની ત્રીજી ડીસ્ટ્રીકટ કોમ્પટીશનની શરૂઆત અજયભાઈ પટેલના હસ્તે ક2વામાં આવી હતી.
આ શુટીંગ એકેડેમીના ઉદ્ધાટન પ્રસંગે અજયભાઈ પટેલ, સંસ્થાઓના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ, ટ્રસ્ટી જીતુભાઈ લાલ, મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજભાઈ લાલ, વિરાજભાઈ લાલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ નિશાન તાક્યા હતા. બન્ને સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલે આ પ્રસંગે જણાવેલ કે, જામનગર શહેરમાં જરૂર પડયે ત્યા2ે લાલ પરિવારના અમારા પારિવારીક ટ્રસ્ટો દ્વારાા હરહંમેશ સેવાકીય અનેક પ્રવૃતિઓ કરવામાં આવે જ છે. થોડા સમય પહેલા જ જામનગરમાં કેદાર લાલ સીટી ડિસ્પેન્સરી પણ બનાવી આપેલ છે. જયાં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જયારે આજે જામનગરના યુવા વર્ગોને ધ્યાનમાં રાખી રમતવીરો માટે અમો કેદાર લાલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું આયોજન કરેલ છે. જેમાં અમારી પ્રથમ પ્રવૃતિ કેદાર લાલ શુટીંગ એકેડેમીનું ઉદ્ધાટન કરેલ હતું અને નિશાનબાજ રમતવીરો માટે જામનગર જિલ્લાની ત્રીજી ડીસ્ટ્રીકટ કોમ્પીટીશનનું પણ આયોજન કરેલ છે અને સમયાંતરે આ કેદર લાલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સ્પોર્ટસની પ્રવૃતિઓ આર્ચરી, કરાટે, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડી, ખો-ખો, બેડમીન્ટ, ટેબલ ટેનીશ સાથેની પ્રવૃતિઓ રમતવીરો માટે ચાલુ કરવાના છીએ જેનો લાભ જામનગર શહેરના રમતવિરો લે અને સ્પોર્ટસ ક્ષેત્રે ગુજરાત અથવા રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય ધોરણે નામના મેળવે તેવી અમારા ટ્રસ્ટ વતી હું લાગણી વ્યક્ત કરૂં છું.