Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરમહારાજ ફિલ્મના નિર્દેશક સહિત પાંચ સામે ફરિયાદ - VIDEO

મહારાજ ફિલ્મના નિર્દેશક સહિત પાંચ સામે ફરિયાદ – VIDEO

જામનગરના વૈષ્ણવ સમાજ દ્વારા રજૂઆત

- Advertisement -

યશરાજ ફિલ્મ દ્વારા વિવાદાસ્પદ ફિલ્મમાં સનાતન ધર્મની અને વૈષ્ણવ સમાજની ધાર્મિક લાગણી દુભાવવા સંદર્ભે જામનગર વૈષ્ણવ સમાજ, હિન્દુ ધર્મ સંસ્થા દ્વારા પૂ.પા.ગો. વલ્લભરાયજી મહારાજના નેતૃત્વતળે જામનગર જિલ્લા પોલીસ વડાને આ ફિલ્મના નિર્દેશક સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ અંગે કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગરના વૈષ્ણવ સમાજના મિલનભાઇ મોહનલાલ મોદી દ્વારા જિલ્લા પોલીસ વડા સમક્ષ મહારાજ ફિલ્મના નિર્દેશક યશરાજ ફિલ્મ પ્રા.લિ., પુસ્તક મહારાજના પ્રકાશક આર.આર. શેઠ એન્ડ કંપની પ્રા.લિ., ઓટીટી પ્લેટફોર્મ નેટફલિકસ ઇન્ડીયા, નેટફલિકસ પર મહારાજના નિર્દેશક સિધ્ધાર્થ પ્રેમકૃષ્ણન મલ્હોત્રા તથા સૌરભ શાહ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, તાજેતરમાં લેખક સૌરભ શાહ દ્વારા નવલકથા સ્વરુપે લખવામાં આવેલ પુસ્તક મહારાજ ઉપરથી મહારાજ ફિલ્મ નિર્દેશિત કરાઇ છે. જે ફિલ્મ અને તેના ચોક્કસ અંશો આ નવલકથા આધારીત ચિત્રીત કરાયા છે. જેને પ્રર્દશિત કરવા માટે અભિનેતા-અભિનેત્રીઓ પાસેથી એવી રીતે પ્રર્દશિત કરાયું છે. જેના થકી સનાતન હિન્દુઓ, પુષ્ટી સંપ્રદાયના ભક્તો, અનુયાયો, વૈષ્ણવો, આચાર્યો અને સમસ્ત વલ્લભકુળની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.

- Advertisement -

વધુમાં જણાવ્યું છે કે, મહારાજ પુસ્તક કે જેના મુખપુષ્ઠ ઉપર શ્રીનાથજી મહાપ્રભુજી અને યમુના મહારાણીના ચિત્રની સાથે પુરુષ અને સ્ત્રીનો એવા ચિત્રનું નિરુપણ કરી જાણે કોઇ શરીર સંબંધિત ક્રિયાઓ માટેનું વિવરણ મુકી આ મુખપુષ્ઠને શ્રીનાથજી સાથે જોડવાનો પ્રયત્ન કરી સમગ્ર વૈષ્ણવ સમાજ અને સનાતની ધર્મ અનુયાયીઓની લાગણીને ભડકાવવા અને ધર્મ પ્રત્યેની આસ્થાથી વિમુખ કરવાનો ગુનાહિત પ્રયત્ન થયાનું ફલિત થાય છે. આથી આ અંગે જવાબદાર તમામ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153(એ), 295 (એ), 505, 34 અને અન્ય લાગુ કરતાં ગુનાઓની જોગવાઇઓ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવા માગણી કરાઇ છે.

જામનગર મોટીહવેલીના પ.પૂ. વલ્લભરાય મહોદય, નોબતના ચેતનભાઇ માધવાણી ઉપરાંત વૈષ્ણવ સમાજના મિલનભાઇ મોદી, ભરતભાઇ મોદી, ભરતભાઇ ડાંગર, ભરતભાઇ ફલિયા, ભરતભાઇ કાનાબાર, હિન્દુ સેનાના પ્રતિક ભટ્ટ, એડવોકેટ હેમલ ચોટાઇ, એચડીએફસીના નિરજભાઇ દત્તાણી, જયેશભાઇ મારફતિયા સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular