Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરધ્રોલ નજીક બાઈકે ઠોકર મારતા બાઈકસવાર યુવાનનું મોત

ધ્રોલ નજીક બાઈકે ઠોકર મારતા બાઈકસવાર યુવાનનું મોત

વાગુદડ જતા સમયે મંગળવારે સાંજના સમયે અકસ્માત: શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મૃત્યુ : પોલીસ દ્વારા બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

- Advertisement -

ધ્રોલ ગામમાં રહેતો યુવાન તેના બાઈક પર વાગુદડ ગામ જતો હતો તે દરમિયાન રોડ પર સામેથી આવતા બાઇકચાલકે યુવાનના બાઇક સાથે અથડાતા અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવમાં પોલીસે બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં આંબડકર સોસાયટીમાં રહેતાં ગોવિંદભાઈ દેસાભાઈ વાઘેલા નામના યુવાનનો પુત્ર અનિકેત વાઘેલા નામનો યુવાન મંગળવારે સાંજના સમયે તેના શેઠનું જીજે-10-સીએફ-5923 નંબરના બાઈક પર વાગુદડ ગામ તરફ જતો હતો ત્યારે વાલજીભાઈ ડાયાભાઈ પરમારની સામેના રોડ પર પહોંચ્યો ત્યારે સામેથી પૂરપાટ આવી રહેલા જીજે-01-પીએ-0619 નંબરના બાઈકસવારે અનિકેતના બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં અનિકેત બાઈક પરથી નીચે પટકાયો હતો. જેમાં માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઘવાયેલા યુવાનને બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પીએસઆઇ પી જી પનારા તથા સ્ટાફ ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકના પિતા ગોવિંદભાઈના નિવેદનના આધારે બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular