Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપીએફના એન્ફોર્સમેન્ટ ઓફિસર સહિત ત્રણ શખ્સો લાંચ લેતા ઝડપાયા - VIDEO

પીએફના એન્ફોર્સમેન્ટ ઓફિસર સહિત ત્રણ શખ્સો લાંચ લેતા ઝડપાયા – VIDEO

સીબીઆઈ દ્વારા હાલારમાં મોટી કાર્યવાહી : મીઠાપુરની કંપનીની પેન્ડીંગ ફાઇલ માટે રૂા.1.10 લાખની લાંચની માંગણી : પીએફ કન્સલ્ટન્ટ પેઢીના પિતા-પુત્ર અને પીએફ ઓફિસરની ધરપકડ : નિવાસસ્થાને અને ઓફિસમાં સીબીઆઇ દ્વારા સર્ચ ઓપરેશન

- Advertisement -

મીઠાપુરની કંપનીના ઈપીએફના પેન્ડીંગ કામ બાબતે રૂા.1.10 લાખની લાંચ લેતા ઈપીએફઓના એન્ફોર્સમેન્ટ ઓફિસર અને પીએફ કન્સલ્ટન્ટ પેઢીના પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોને સીબીઆઈની ટીમે રંગે હાથ ઝડપી લીધા હતાં.

- Advertisement -

જામનગર અને દ્વારકા જિલ્લામાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સરકારી કામ માટે લાંચ લેવાનો વિવાદ સાવ સામાન્ય થઈ ગયો છે. કોઇપણ સરકારી કચેરીમાં લાંચ સિવાય કામ થતું ન હોવાનો હાલારવાસીઓ ઘણી વખત અનુભવ કરતા હોય છે. આવા લાંચિયા અધિકારીઓ ઘણીવખત લાંચ લેતા એસીબીના હાથ રંગે હાથ ઝડપાઇ જાય છે. આમ તો લગભગ દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર એટલી હદે ફેલાઈ ગયો છે કે કોઇપણ સરકારી કચેરીમાં લાંચ આપ્યા વગર કામ થતા જ નથી. અવાર-નવાર એસીબી અને અન્ય એજન્સીઓ દ્વારા લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા તથા તેમની મિલકતોની તપાસ બાદ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેમ છતાં અધિકારીઓ લાંચ લેવામાં અચકાતા નથી. હાલમાં જ જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલનો પટાવાળો એસીબીના છટકામાં આવી ગયો હતો. પરંતુ, ચાલાક પટાવાળાને એસીબીની ગંધ આવી જતાં નાશી જવામાં સફળ રહ્યો હતો. પટાવાળા વિરૂધ્ધ લાંચની ફરિયાદ બાદ હોસ્પિટલના અધિક્ષક દ્વારા પાંચ કર્મચારીઓની આંતરિક બદલી તાત્કાલિક ધોરણે કરવામાં આવી હતી.

- Advertisement -

દરમિયાન સીબીઆઇની ટીમ જામનગર અને દ્વારકા જિલ્લામાં મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરવા ત્રાટકી હતી અને મીઠાપુરની કંપનીના ઈપીએફના પેન્ડીંગ કામ સંબંધે રૂા.1.10 લાખની લાંચની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે સીબીઆઈની ટીમે ગુરૂવારે સાંજે છટકુ ગોઠવ્યું હતું જેમાં ઓખા મંડળ સ્થિત પીએફ ક્ધસ્લટન્ટ પેઢીના એચ કે ભાયાણી અને તેનો પુત્ર જય ભાયાણી અને જામનગરમાં ઈપીએફઓના એન્ફોર્સમેન્ટ ઓફિસર નથવાણી સહિતના ત્રણેય શખ્સોને સીબીઆઈની ટીમે રૂા.1.10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતાં. સીબીઆઈની ટીમ દ્વારા ઈપીએફઓના અધિકારી નથવાણીની લાંચમાં અટકાયત બાદ ટીમે જામનગર આવેલી ઓફિસમાં અને ક્ધસ્લટન્ટ પેઢીના સંચાલકો તથા ઈપીએફઓના અધિકારીના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સીબીઆઈની ટીમ દ્વારા ઈપીએફઓના અધિકારીને રંગે હાથ લાંચ લેતા ઝડપી લેવાની ઘટનાથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ મામલે સીબીઆઈ દ્વારા વિધિવત ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular