આ બ્લેક બોલ્સ શું છે ? શા માટે તેને પૂરા દેશમાં જુદી જુદી જગ્યાઓ પર ફેંકવામાં આવે છે. શા માટે નાના બાળકો તેને ગીલોરથી રમતા રમતા દૂર દુર પહોંચાડે છે ? શા માટે તેને હેલીકોપ્ટર કે વિમાનના માધ્યમથી જુદી જુદી જગ્યાઓ પર વિખેરવામાં આવે છે ? આવું તે શું છે આ બોલ્સમાં કે જે પૂરા દેશમાં ફેલાવાઈ રહ્યા છે.
View this post on Instagram
આપણે સૌ જાણીએ છીએ કે દુનિયાભરમાંથી કેટલા વૃક્ષો કપાઈ રહ્યા છે અને વૃક્ષો ઘટવાથી વૃક્ષો કપાઈ રહ્યા છે અને વૃક્ષો ઘટવાથી કેટલી હદે બગડી રહ્યું છે ત્યારે પર્યાવરણની જાળવણી માટે આ દેશના લોકોએ ઝડપથી વૃક્ષો વાવવા માટે આ રીતે અપનાવી છે તો આપણે વાત કરી રહ્યા છીએ કેન્યા દેશની કે જ્યાં ઝડપથી આ બિલ્સ ફેલાવાઈ રહ્યા છે. આ બોલ્સ ને કોલસા અને માટી ભેળવીને બનાવાયા છે. જેની અંદર એક બીજ હોય છે. તેના પર ચઢેલા કોલસા માટેના પડ તેને પશુથી બચાવે છે. અને જ્યારે વરસાદ આવે ત્યારે વરસાદમાં પલડીને તેના પરથી માટી અલગ થઈ જાય છે અને તે બીજમાંથી અંકુર ફુટવા લાગે છે. આ રીતે દર વર્ષે ત્યાં બે કરોડથી વધારે વૃક્ષો વાવી રહ્યા છે. ત્યારે આપણે પણ વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઇએ. જેથી સાથે મળીને આપણે પર્યાવરણને બચાવી શકીએ.