જામનગર શહેરમાં આવેલા વિકાસગૃહમાં રહેતી બે તરૂણીઓનું અજાણ્યા શખ્સો અપહરણ કરી ભગાડી ગયાની ઘટનામાં પોલીસે બંને બહેનોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા વિકાસ ગૃહમાં રહેતી એક 17 વર્ષ અને 4 માસ તથા તેની નાની બહેન 14 વર્ષ અને 10 મહિના નામની બંને તરૂણીઓ ગત શનિવારે રાત્રિના સમયે વિકાસ ગૃહમાંથી અજાણ્યા શખ્સો અપહરણ કરી ભગાડી ગયા હતા આ બનાવ અંગે ગૃહના અધિક્ષક સ્વીટીબેન મુકેશભાઈ જાની દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી જી રાજ તથા સ્ટાફે તાત્કાલિક વિકાસ ગૃહ આવી તપાસ આરંભી હતી અને લાપતા થયેલી બંને તરૂણી બહેનોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને વિકાસ ગૃહમાં રહેતી અન્ય તરૂણીઓની પૂછપરછ અને સીસીટીવીના ફુટેજોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.