‘ટ્રાફિક જામ જાઉ જેમ નહીં મને આમ તેમ આવું થતું કેમ?’ આ સોંગ ને આ સ્થિતિમાં ફીટ કરી શકાય તેવું છે. સોશિયલ મીડિયા પર દિવસના કેટલાંય વીડિયો પોસ્ટ થતા હોય છે. જેમાં તાજેતરમાં બાઈક સ્ટંટનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં યુવાન ટ્રાફિક જામથી કંટાળીને ડિવાઈડર પર બાઈક ચલાવે છે અને ટ્રાફિક નિયમોનો ઉલાળિયો કરે છે.
India is not for beginners pic.twitter.com/rIEf2lE0h0
— Roads of Mumbai (@RoadsOfMumbai) May 27, 2024
સોશિયલ મીડિયા પ્લેટફોમ એકસ પર @RoadsOfMumbai પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવેલ છે. જેના રિપોર્ટસ મુજબ જાણવા મળ્યું છે કે, પેરુમ્બિડુગુ મુથુરૈયરની જયંતી પર બાઈક રેલી કાઢવામાં આવી હતી. જે દરમિયાન રસ્તા પર ટ્રાફિક જામ સર્જાતા યુવાને આ બાઈક સ્ટંટ કરીને ટ્રાફિક નિયમોના લીરા ઉડાવી દીધા હતાં. ડીવાઈડર પર બાઈક ચડાવીને તેના પર કયાંય સુધી બાઇકને દોડાવી હતી. આ વીડિયો ખૂબ વાયરલ થયો છે. ત્યારે આ જોતા કહેવું યોગ્ય છે કે જે રીતે ખોટી નામના અને પ્રસિધ્ધી મેળવવા લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહહ્યા છે પબ્લિક પ્રસાધનોને નુકસાન પહોંચાડીને જીવના જોખમે સ્ટંટ કરી રહ્યા છે ત્યારે આ યુવાનોને જાગૃત્ત થવાની જરૂર છે. દેશનું યુવા ધન રીલ્સના નામે ભાન ભૂલી રહ્યું છે જે ચિંતાજનક અને શર્મજનક સ્થિતિ છે.