જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસેથી એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે કારને આંતરીને તલાસી લેતા તેમાંથી 322 બોટલ દારૂ અને 72 નંગ બીયરના ટીન સહિત રૂા.4.37 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી લીધો હતો. જામનગર તાલુકાના અલિયા ગામના રોડ પરથી પોલીસે 22 બોટલ દારૂ અને 205 નંગ દારૂના ચપટા સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર-ખીજડિયા બાયપાસ ચોકડી પાસેથી કારમાં દારૂનો જથ્થો પસાર થવાની એલસીબીના ધર્મેન્દ્રસિંહ જાડેજા, વનરાજ મકવાણા, કિશોર પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબની જીજે-07-બીએ-1191 નંબરની બલેનો કાર પસાર થતા એલસીબીની ટીમે કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.1,28,800 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 322 બોટલ તથા રૂા.7200 ની કિંમતની 72 નંગ બીયરના ટીન તેમજ 1000 ની કિંમતનો એક મોબાઇલ મળી આવતા એલસીબીની ટીમે 3 લાખની કિંમતની કાર મળી કુલ રૂા.4,37,000 ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બાડમેરના ભૂપતસિંહ સગતસિંઘ ગેમરસિંઘ રાઠોડ નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો બાડમેરના સુરેશ શંકર દ્વારા સપ્લાય કરાયો હોવાની કેફિયત આપતા એલસીબીની ટીમે બે શખ્સો વિરૂધ્ધ દારૂનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના અલિયા ગામના રોડ પરથી પસાર થતા સુરેશ વજુ બરબચીયા નામના શખ્સને પંચ એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.11 હજારની જુદી જુદી બનાવટની 22 બોટલ દારૂ અને 20500 ની કિંમતના 205 નંગ ચપટા સહિત કુલ રૂા. 31500 ના દારૂના જથ્થા સાથે સુરેશની ધરપકડ કરી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના હાપા માર્કેટીંગ યાર્ડના ખુણા પાસેથી એલસીબીના દિલીપ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે જીજે-10-ડીડી-6865 નંબરના એકટીવાને આંતરીને તલાસી લેતા રાહુલ બાબુ સોલંકી, જયકુમાર બાબુ સોલંકી નામના બે શખ્સો પાસેથી 12 હજારની કિંમતની દારૂની એક લીટરની આઠ બોટલ અને રૂા.6000 ની કિંમતના બે મોબાઇલફોન તેમજ રૂા.20 હજારની કિંમતનું એકટીવા મળી કુલ રૂા.38000 ના મુદ્દામાલ સાથે દબોચી લઇ પૂછપરછ હાથ ધરતાં જામનગરના રાજાભાઈ દ્વારા દારૂનો જથ્થો મંગાવાયો હોવાની કેફિયતના આધારે એલસીબીની ટીમે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં કિશન શૈલેષ રામાવત નામના શખ્સના મકાનમાંથી સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.1900 ની કિંમતની દારૂની પાંચ બોટલ મળી આવતા પોલીસે કિશન શૈલેષ રામાવત નામના શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાંચમો દરોડો, જામનગર તાલુકાના અલિયા ગામમાંથી પસાર થતા ઉત્તમ વિમલ તન્ના નામના શખ્સને 5ંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2500 ની કિંમતની દારૂની પાંચ બોટલ મળી આવતા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.