Friday, November 22, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસપરસેવો થવો સારો કે ખરાબ???... જાણો પરસેવાને લઇને અમુક વાતો...

પરસેવો થવો સારો કે ખરાબ???… જાણો પરસેવાને લઇને અમુક વાતો…

- Advertisement -

અત્યારે જે પ્રકારનું વાતાવરણ છે. આપણે પરસેવાથી રેશાન છીએ. રસોડામાં જાવ તો પસીનો, બહાર નિકળો તો પસીનો, કોઇ કામ કરો તો સીનો આમ રસેવો ઘણી વખત આપણને કંટાળો લેવડાવે છે. પરંતુ પરસેવો થવો સારો કે, ખરાબ? જાણો પરસેવાને લઇને ડોકટર્સ શું કહે છે.

- Advertisement -

ગરમીની સિઝનમાં પંખા કે કુલર વગર જીવવુ મુશ્કેલ થઇ જાય છે. પરસેવાથી શરીર તરબોળ થઇ જાય છે. ત્યારે શું તમે જાણો છો કે, આ પરસેવો આપણા શરીર માટે કેટલો જરુરી છે. શું પરસેવો વળવો જરુરી છે? વધારે પડતો રસેવો વળે તો શું કરવું જોઇએ ચાલો જાણીએ. હૈદરાબાદના ડો. નાઝીયા સીદીકાએ લલનટોપ પર આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે શરીરનું તાપમાન વધે છે. ત્યારે તેને ઠંડુ કરવા માટે પરસેવો વળે છે. જેથી શરીરનું તાપમાન જળવાઇ રહે. સામાન્ય રીતે તાવ, ચિંતા, વધારે કસરતો કરવી, હાઇપર થાઇરોયડ અને અમુક માનસિક રોગના લીધે પરસેવો વળતો હોય છે. જેમાં કસરતો કરવાથી વળતો રસેવો સારો હોય છે. જેથી ખ્યાલ આવે છે કે, કસરત બરાબર થઇ છે. પરંતુ જો ચિંતા ના કારણે પરસેવો આવે તો સમજવુ કે, હાઇપોપગ્લાઇસીમીયા એટલે કે, સુગર ઓછું થવાના લીધે પરસેવો આવી રહ્યો છે. જે રેશાની દર્શાવી રહ્યો છે અને આણે ડોકટરને બતાવી તેની સલાહ લેવી જોઇએ. સામાન્ય રીતે ગરમીના લીધે વળતો પરસેવો શરીર માટે સારો છે. જેના લીધે શરીરનું તાપમાન જળવાય રહે છે. જ્યારે પરસેવો વધારે પડતો આવે ત્યારે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઇએ. જેમ કે, વધારે પાણી પીવુ જોઇએ, નારિયેલ પાણી કે ઇલેકટ્રોન વધે તે માટે ઓઆરએસવાળુ પાણી લેવુ, કોલ્ડ્રીંકસ કે કેફી દ્રવ્યો ન લેવા, હળવા સુતરાઉ કપડાં પહેરવા, પરસેવાથી શરીરમાં નાની ફોળકી નિકળે છે. જેના માટે સ્કીન ઇન્ફેકશન થાય છે. જેથી બચવા એન્ટીસેપ્ટીક સાબુ વાપરવા, લોશન કે ઠંડા પાવડર લગાડવુ, પંખામાં કે કુલરાં રહેવું. ઘણી વખત વધુ પડતા પરસેવાના કારણે માથામાં ખંજવાળ આવે છે. વાળમાં પરસેવો થવાથી ઇન્ફેકશન થાય છે. એવા સયે અઠવાડીયામાં વાળને ત્રણ થી ચાર વખત ધોવા જોઇએ. આમ આવી બાબતોની તકેદારી રાખીને પરસેવાથી થતી તકલીફોથી મદદ મળે છે અને ગરમીના દિવસોમાં શરીરને ઠંડક પણ મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular