Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરશહેરના ગોડાઉનમાંથી રૂા. 3.5 લાખનો એક્સપાયરી ડેટવાળો સામન ઝડપાયો

શહેરના ગોડાઉનમાંથી રૂા. 3.5 લાખનો એક્સપાયરી ડેટવાળો સામન ઝડપાયો

જામ્યુકો ફૂડ શાખા દ્વારા કાર્યવાહી : 130થી વધુ ખાદ્ય સામગ્રીને ખાડો ખોડી નિકાલ કરવા કામગીરી : 3 કલાકથી વધુ સમય ચાલી સમગ્ર કાર્યવાહી

- Advertisement -

જામનગર મહાનગરાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં એક ગોડાઉનમાંથી એકસપાયરી ડેટવાળી ખાદ્યા સામગ્રીનો જથ્થો ઝડપી લઇ અંદાજિત રૂા. 3.5 લાખની કિંમતના માલનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં એક ગોડાઉનમાં ખાદ્ય સામગ્રીનો એક્સપાયરી ડેટવાળો માલસામાન પડયો હોવાની જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાને ફરિયાદ મળી હતી. જેને લઇ જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસરને મળેલ ફરિયાદને અનુસંધાને શહેરના વરીયા મસ્જિદની બાજુમાં, મચ્છીપીઠ ચોક ખોજાનાકા જામનગરના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન ગોડાઉન તથા સેલ વિભાગમાં રહેલ અલગ અલગ ખાદ્યચીજોમાં લેબલમાં એક્સપાયરી ડેટ મળી આવતાં તેમજ દુકાન/ગોડાઉનમાં કાયદા મુજબ કોઇપણ જગ્યાએ નોટ ફોર સેલનું બોર્ડ પણ દર્શાવ્યું ન હતું. તેમજ વિક્રેતાના જણાવ્યા અનુસાર સમગ્ર એક્સપાયરી ડેટવાળો જથ્થો જીજે-10 ટીએકસ-8507 નંબરના છોટાહાથી માલવાહકમાં સોટિંગ કરી તેમાંથી એકસપાયરી ડેટવાળો અખાદ્ય માલસામાન અલગ તારવવામાં આવ્યો હતો અને અંદાજિત 3.5 લાખની કિંમતનો અખાદ્ય માલનો ગુલાબનગર નજીક આવેલ ડમ્પીંગ સાઇટ ખાતે જેસીબીની મદદ વડે ખાડો કરી સમગ્ર માલસામાન જમીનમાં દાટી તેનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માલ-સામાન મોટા પ્રમાણમાં હોય, અંદાજિત ત્રણ કલાક જેટલો સમય આ સમગ્ર કામગીરી ચાલી હતી અને સમગ્ર એકસપાયરી ડેટવાળા સામાનનો નિકાલ કરવામાં આવ્યો હતો.

જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા જણાવ્યાનુસાર આ ચેકિંગમાં કેટબરી સેલિબ્રેશનના 300 પેકેટ, ઓરીયો ચોકલેટી બિસ્કીટના 120 પેકેટ, ફાયરસ્ટાર ચોકલેટના 200 પેકેટ ઉપરાંત ગુરુજી કેસરીયા ઠંડાઇની 20 બોટલ સહિત ચાઇનીઝ મસાલા, રસના પ્રોટીન, સ્ટ્રોબેરી ઓટસ, ડેરીમિલ્ક જેમ્સ, પીઝા બે્રડ, પાસ્તા, કુરકુરે, માઇઓનીસ, વેનેગર, ફાલુદા મીકસ, શાહી મસાલા, મુખવાસ, બોર્નવીટા, હક્કા નુડલ્સ વિવિધ પ્રકારના શોશ, આચાર મસાલા સહિત અંદાજિત 130થી વધુ ખાદ્ય સામગ્રીઓના જથ્થાનો નિકાલ કરવાની કાર્યવાહી જામ્યુકો દ્વારા હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular