જામજોધપુર ગામમાં તીરૂપતિ સોસાયટીમાં રહેતી મહિલા વકીલને તેણીના પતિ અને સાસુ-સસરાએ ત્રણ વર્ષના સમય દરમિયાન ઘરકામ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપી મેણાટોણા મારી પહેરેલ કપડે કાઢી મૂકી છૂટાછેડા નહીં આપે તો પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુરમાં તીરૂપતિ સોસાયટીમાં રહેતી પિન્ટુબેન મૌલિકભાઈ ઝાખરીયા (ઉ.વ.40) નામની મહિલાને વર્ષ 2016 થી 2019 સુધીના ત્રણ વર્ષના સમય દરમિયાન તેણીના જ પતિ મૌલિક હર્ષદ ઝાખરીયા અને સસરા હર્ષદ જેન્તી ઝાખરીયા તથા સાસુ નિતાબેન હર્ષદ ઝાખરીયા નામના ત્રણેય સાસરીયાઓએ એકસંપ કરી ઘરકામ બાબતે અવાર-નવાર મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મૂકી હતી અને પતિએ જેમ ફાવે તેમ અપશબ્દો બોલી છૂટાછેડા નહીં આપે તો પતાવી દેવાની ધમકી પણ આપી હતી. પતિ અને સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને આખરે મહિલા વકીલ પિન્ટુબેને તેણીના પતિ સહિતનાઓ વિરૂધ્ધ જામજોધપુર પોલીસમાં શારીરિક માનસિક ત્રાસ આપી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.