રાજકોટના એક કાર્યક્રમમાં ભાજપના રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણીના ઊઠેલા વિરોધના વંટોળમાં ખંભાળિયાના ક્ષત્રિય સમાજમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.
ખંભાળિયાની વિનાયક સોસાયટી ખાતે રાજપુત સમાજના લોકો દ્વારા પોતાના ઘરોમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ભાજપના કોઈપણ વ્યક્તિએ પ્રચાર માટે આવવું નહીં. જો રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તે પ્રકારના બેનરો લગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.