યુએન દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ થતાં વાર્ષિક વિશ્વ સુખી અહેવાલમાં વિશ્વભરનાં દેશોનાં રેન્ક જાહેર કરવામાં આવે છે જેમાં ક્યો દેશ સૌથી સુખી તેની યાદી જાહેર કરવામાં આવે છે જેમાં ફિનલેન્ડ વિશ્વનો સૌથી ખુશી દેશ છે. જે સતત 7માં વર્ષે વિશ્વનો સૌથી ખુશ દેશ જાહેર થયો છે. યુએનના વાર્ષિક અહેવાલનાં રેન્કિંગમાં ભારત દેશ 126માં સ્થાને છે જેમાં ભારત જોર્ડન અને ઇજિપ્તની વચ્ચે છે. વિશ્ર્વના સૌથી ટોચના 10 સૌથી ખુશ દેશોમાં પ્રથમ નંબરે ફિનલેન્ડ, દ્વિતિય ડેનમાર્ક, તૃતીય આઇસલેન્ડ, બાદના ઉતરતા ક્રમના નંબરોમાં સ્વીડન, ઇઝરાયેલ, નેધરલેન્ડ, નોર્વે, લકઝમબર્ગ, સ્વિટઝર્લેન્ડ, ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાન વિશ્ર્વનો સૌથી નાખુશ દેશ તરીકે રેન્કીંગમાં સૌથી નીચે છે.અહેવાલ મુજબ સૌથી ખુશ દેશોમાં હવે વિશ્વના કોઇપણ મોટા દેશનો સમાવેશ થતો નથી. ટોચના 10 દેશોમાં માત્ર નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વસ્તી 15 મિલિયનથી વધુ છે. સમગ્ર ટોચના 20 દેશોમાં માત્ર કેનેડા, યુકેની વસ્તી 30 મિલિયનથી વધુ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા 23માં સ્થાને છે. પ્રથમ વખત ટોચના 20માંથી બહાર નીકળી ગયું છે. જે 30 વર્ષથી ઓછી ઉંમરના અમેરિકાની સુખાકારીમાં મોટો ઘટાડાના કારણ છે. કોસ્ટા રિકા અને કુવૈત અનુક્રમે 12 અને 13 રેન્ક પર ટોચના 20માં પ્રવેશ્યા છે.