પવિત્ર રમઝાન માસમાં રોઝા રહેતા બહારગામથી આવતા મુસાફરી, વિદ્યાર્થીઓને શહરીની વ્યવસ્થા સંજરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ટ્રસ્ટના આશરે 40 થી વધુ જેવા યુવાનો દ્વારા લોકો સુધી સહરીના પેકેટસ પહોંચાડવામાં કામગીરી કરવામાં આવે છે. રોજના આશરે 350થી ઉપર પેકેટસ રાત્રે જાગીને બનાવવામાં આવે છે.
જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર શહેરમાં ખીદમતે સહેરીની વ્યવસ્થા કરવામાં આવી છે. સંજરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પવિત્ર રમજાન મહિનામાં પ્રવાસીઓ, મુસાફરો, કોલેજના વિધાર્થીઓ,હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓ,કર્મચારીઓ, ડ્રાઇવરો હોસ્ટેલના વિદ્યાર્થીઓ,બસ ડેપો,રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરો તેમજ જરૂરતમંદ લોકોને સહરીના પેકેટ પહોચાડવામાં આવી રહ્યા છે. પૂર્વ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી દ્વારા સહરીની વ્યવસ્થા કરવામાં આવી છે. બંગલા વાડી ખાતે મહિલાઓ અને યુવકો રાતભર રસોઈ બનાવે છે અને રાતે જ સમગ્ર શહેરમાં સહરી વિતરણ કરવામાં આવે છે. ખાસ કરીને રહમતો બરકતોના માહે રમઝાનમાં રોઝા રાખતા તમામ લોકોને સહરી પહોચાડવામાં આવે છે.