Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલમાં અદ્યતન ટેકનોલોજીવાળા સી. ટી. સ્કેન મશીનનું લોકાર્પણ

જી.જી. હોસ્પિટલમાં અદ્યતન ટેકનોલોજીવાળા સી. ટી. સ્કેન મશીનનું લોકાર્પણ

સી.ટી. સ્કેન મશીનની સુવિધાથી જામનગર સહિત દ્વારકા, પોરબંદર અને મોરબીના દર્દીઓને પણ લાભ મળશે

- Advertisement -

જામનગરની જી.જી. હોસ્પિટલને રૂ.5.90 કરોડના ખર્ચે નવું અદ્યતન ટેકનોલોજીવાળું 128 સ્લાઈસ સી.ટી. સ્કેન મશીન ફાળવવામાં આવ્યું છે. જેનું તારીખ 16 માર્ચના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી જોડાયા હતા.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે જી.જી. હોસ્પિટલમાં કાર્યરત 128 સ્લાઈસ સી. ટી. સ્કેન મશીન દ્વારા ચેસ્ટની સારી ગુણવત્તા વાળી ઇમેજ મળી શકશે, હોસ્પિટલના દર્દીઓને કાર્ડિયાક તથા વાસ્ક્યુલર સી. ટી. સ્કેન તપાસ થઈ શકશે તેમજ મયુકોરમાઇક્રોસીસ જેવી બીમારીનું નિદાન સચોટપણે થઈ શકશે. આ સુવિધાથી હોસ્પિટલ ખાતે મહિનામાં અંદાજિત 1000 દર્દીઓને તેમજ આજુબાજુના પોરબંદર, દ્વારકા અને મોરબીના જિલ્લાઓને પણ લાભ થશે. આ મશીન જી.જી. હોસ્પિટલમાં 700 બેડની હોસ્પિટલમાં કાર્યરત રહેશે.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિનીબેન દેસાઇ, તબીબો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular