Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં વીજકર્મચારીઓની ફરજમાં રૂકાવટ, પિતા-પુત્ર વિરૂધ્ધ ફરિયાદ

ખંભાળિયામાં વીજકર્મચારીઓની ફરજમાં રૂકાવટ, પિતા-પુત્ર વિરૂધ્ધ ફરિયાદ

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના કોલવા ગામના વાડી વિસ્તારમાં ચાલી રહેલી 400 કે.વી. વિજ લાઈનની કામગીરી દરમિયાન કોલવા ગામના ખીમા પીઠા નંદાણીયા અને તેના બે પુત્રો ભરત અને મનીષ દ્વારા આ સરકારી કામગીરીમાં રૂકાવટ ઊભી કરી અને ફરજ પર રહેલા કર્મચારી એવા જામનગર તાલુકાના ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં રહેતા પંકજભાઈ દલવીરસિંહ ચૌહાણ (ઉ.વ. 27, મુળ રહે. હરિયાણા) ને બિભત્સ ગાળો કાઢી, ફડાકા ઝીંકી લીધા હતા.

- Advertisement -

આમ, સરકારી કામગીરીમાં ફરજમાં રૂકાવટ કરવા સબબ ખંભાળિયા પોલીસે પંકજભાઈ ચૌહાણની ફરિયાદ પરથી પિતા-પુત્રો સામે આઈપીસી કલમ 332, 186, 153, 323 તથા 504 મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular