Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયઇડીની કમાલ : લોટરી કિંગે આપ્યું સૌથી વધુ ચૂંટણી ફંડ

ઇડીની કમાલ : લોટરી કિંગે આપ્યું સૌથી વધુ ચૂંટણી ફંડ

- Advertisement -

ભારતીય ચૂંટણી પંચએ ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારા લોકોના નામ જાહેર કર્યા. કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો/ડેટામાં ચોંકાવનારી બાબતો બહાર આવી છે. મની લોન્ડરિંગના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા માર્ચ 2022માં તપાસ કરાયેલી એક કંપનીએ 1638 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે અને તેણે રાજકીય પક્ષોને આ રકમ દાન કરી હતી.

- Advertisement -

રાજકીય પક્ષોને અનુદાન આપવા માટે ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદનારની યાદી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ચૂંટણી પંચને સોંપ્યાં પછી આજે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તેને જાહેર કરી છે. બોન્ડ ખરીદનારની યાદી અનુસાર, આ સમયગાળામાં કુલ રૂ.5235.16 કરોડના બોન્ડની ખરીદી કરવામાં આવી છે. યાદીમાં સૌથી વધુ બોન્ડની ખરીદી કરનાર કંપનીઓમાં ટેલીકોમ કંપની ભારતી એરટેલ, માઈનીંગ ક્ષેત્રે દેશની સૌથી મોટી કંપની વેદાન્તા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જંગી પ્રોજેક્ટ ઉપર કામ કરતી હૈદરાબાદની પી.પી. રેડ્ડીની મેઘા એન્જીનીયરીંગ એન્ડ ઇન્ફ્રા, આદિત્ય બિરલા જૂથ સહીતના લોકોનો સમાવેશ થાય છે.

જોકે, રૂ.1638 કરોડ સાથે સૌથી મોટા દાનવીર તરીકે ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ નામની એક કંપનીનું નામ આવે છે. ફ્યુચર ગેમિંગ ભારતના લોટરી કિંગ તરીકે ઓળખાતા સેન ડીઆગો માર્ટીનની માલિકીની કંપની છે અને તેની સ્થાપના 1991માં થઇ હતી. અહીં નોંધવા જેવું છે કે માર્ટીનની કંપની ઉપર 2022માં ઇન્કમ ટેક્સના દરોડા પડયા હતા. લગભગ 1000 વ્યક્તિના સ્ટાફ સાથે દેશના 13 જેટલા રાજ્યોમાં આ કંપની લોટરીનું વેચાણ કરે છે. આ ઉપરાંત, કંપની હોટેલ્સ, રિસોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓ પણ ચલાવે છે. બીજા ક્રમે મેઘા એન્જીનીયરીંગ અને વેસ્ટર્ન યુપી પાવર વિતરણ કંપની સાથે રેડ્ડી જૂથ આવે છે. આ બન્ને કંપનીઓએ મળી કુલ રૂ.1186 કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ કર્યા છે. તાજેતરમાં મુંબઈ ખાતે થાણેથી બોરીવલીના રૂ.14,400 કરોડનો પ્રોજેક્ટ બનાવવાનું ટેન્ડર એલએન્ડટીને પરાસ્ત કરી મેઘાને મળ્યું હતું. મેઘા ભારત ઉપરાંત, વિશ્વના અન્ય દેશોમાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બાંધકામમાં જોડાયેલી છે.
ભારે લોનના દેવા તળે હોવા છતાં વેદનાતા જુથે પણ ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ કરી રાજકીય પક્ષોને દાન આપવામાં કોઈ પાછી પાની નથી કરી. ઉપલબ્ધ ડેટાના સમયગાળામાં કમ્પનીએ રૂ.4024.4 કરોડના બોન્ડની ખરીદી કરી છે. ડિસેમ્બરમાં જ કંપનીના બોર્ડે રૂ.200 કરોડના બોન્ડ ખરીદવા માટે ચેરમેનને સત્તા આપી હતી. આ યાદીમાં તા.1 એપ્રિલ 2019થી 15 ફેબ્રુઆરી 2024 વચ્ચે ખરીદવામાં આવેલા કુલ 22,217 બોન્ડની વિગતો જાહેર કરવામાં આવી છે. યાદીની સાથે એક અલગ ફાઈલમાં રાજકીય પક્ષોએ ક્યારે કુલ કેટલા બોન્ડને રોકડમાં વટાવ્યા તેની વિગતો પણ આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular