સમગ્ર ગુજરાતમાં ધો. 10 અને ધો. 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ શરુ થ ગઇ છે. લાખો વિદ્યાર્થીઓ પોતાના સપના તરફ દોડ મૂકી રહ્યાં છે. ત્યારે દરેક વિદ્યાર્થીઓને પોતાના ગામથી દૂર બોર્ડ સેન્ટર પર પરીક્ષા આપવા આવવું પડતું હોય છે. આસપાસના ગામના વિદ્યાર્થીઓ પણ બોર્ડ સેન્ટર પર પેપર આપવા દરરોજ આવતા જતાં હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને અગવડતા ન પડે તે માટે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા દરવર્ષે સતત પંદર વર્ષથી બોર્ડના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ માટે જોડિયા ખાતે ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે.
જામનગરના જોડિયામાં સાંસદ પૂનમબેન દ્વારા છેલ્લા પંદર વર્ષથી બોર્ડના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. જોડિયા ખાતે દૂરના ગામડાંઓથી આવતાં વિદ્યાર્થીઓને અગવડતા ન પડે અને તેઓ સહેલાયથી પોતાના અભ્યાસ પર ફોકસ કરી શકે તેવા શુભ હેતુથી આ આયોજન સાંસદ પૂનમબેન દ્વારા કરવામાં આવે છે. ત્યારે જોડિયામાં લોહાણા સમાજની વાડીમાં તમામ વિદ્યાર્થીઓને સાંસદ પૂનમબેને પોતાના હસ્તે ભોજન પિરસ્યૂ હતું. સ્વ. હેમત માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બોર્ડના આશરે રોજે 400 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે બોર્ડના તમામ પેપરો દરમિયાન ચાલુ રહેશે. આમ સાંસદ પૂનમબેન અને તેમના ટ્રસ્ટ દ્વારા જોડિયા ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે અન્નયજ્ઞ કરવામાં આવ્યો છે.