કાલાવડ તાલુકાના નવાગામની સીમમાં ખેતરમાં નાખેલી પાણીની લાઈન ટ્રેકટરો ચાલવાથી તૂટી જતાં રીપેરીંગ કરાવવાનું કહેતા બે ભાઈઓએ યુવાન ખેડૂત ઉપર પાણી વારવાના પાવડા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતાં મનસુખભાઈ નારીયા નામના ખેડુત યુવાન સોમવારે સાંજના સમયે તેના ખેતરે પાણી વારવા ગયો હતો તે દરમિયાન બાજુની વાડીએ જવા માટે યુવાનના ખેતરમાંથી નિકળતા રસ્તામાં નાખેલી પાણીની લાઈન બાજુવાળાના ટ્રેક્ટર ચાલવાથી તૂટી ગઈ હતી જેથી મનસુખે મુળજીને પાણીની લાઈન રીપેર કરાવવાનું કહેતા ઉશ્કેરાયેલા મુળજી શામજી નારીયા અને ભગવાનજી શામજી નારીયા નામના બે ભાઈઓએ એકસંપ કરી મનસુખ ઉપર પાણી વારવાના પાવડા વડે હુમલો કરતા કપાળના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે મનસુખના નિવેદનના આધારે બે ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાી હાથ ધરી હતી.


