Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરકેટરીંગનો વ્યવસાય ન ચાલતા પ્રૌઢની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

કેટરીંગનો વ્યવસાય ન ચાલતા પ્રૌઢની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

- Advertisement -

જામનગર શહેરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં આવેલા જુના મકાનમાં પ્રૌઢે ધંધો સરખો ચાલતો ન હોવાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર વંડાફળી ગરબીચોકમાં રહેતાં ભરતભાઈ વિરજીભાઈ બારીયા (ઉ.વ.53) નામના વેપારી પ્રૌઢનો કેટરીંગનો વ્યવસાય ઘણાં સમયથી સરખો ચાલતો ન હોવાથી અવાર-નવાર ચિંતામાં રહેતાં પ્રૌઢને મનમાં લાગી આવતા મંગળવારે સાંજના સમયે નાગેશ્વર કોલોનીમા ઢોલીયાપીરની દરગાહ પાસે આવેલ ભાડાના જૂના મકાનમાં જઈ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પુત્ર પંકજભાઈ દ્વારા જાણ કરાતા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સે ઘટનાસ્થળે પહોંચી જઇ પ્રૌઢને મૃત જાહેર કર્યા હતાં. ત્યારબાદ પીએસઆઈ એ.એચ. ચોવટ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular