Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયપાન-ગુટખાના ડાઘ સાફ કરવા રેલવેને 1200 કરોડનો ખર્ચ !

પાન-ગુટખાના ડાઘ સાફ કરવા રેલવેને 1200 કરોડનો ખર્ચ !

- Advertisement -

ભારતીય રેલવે એ વિશ્વની ચોથી સૌથી મોટી રેલવે વ્યવસ્થા છે. ભારતીય રેલવેમાં દરરોજ લગભગ 2.5 કરોડ મુસાફરો મુસાફરી કરે છે. રેલવે હવે તેના મુસાફરોને તમામ સુવિધાઓ પૂરી પાડી રહી છે. પરંતુ ભારતીય રેલવેમાં હજુ પણ એક સમસ્યા યથાવત છે અને તે સમસ્યા રેલવે દ્વારા નહીં પરંતુ રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોને કારણે થાય છે. રેલવેમાં ગુટખા ખાધા પછી થૂંકવાનું આજે પણ બંધ થયું નથી. જેના કારણે રેલવેને ગુટખાના ડાઘ હટાવવા માટે જ જંગી પૈસા ખર્ચવા પડે છે. ગુટખા ખાધેલા મુસાફરો મુસાફરી પૂરી કરીને જતા રહે છે. પરંતુ તેઓ જે ગુટખા થૂંકે છે. તેના ડાઘ તે ટ્રેન કે જે તે રેલવે સ્ટેશન પર રહે છે. તેની સફાઈની જવાબદારી ભારતીય રેલવેની છે.ભારતીય રેલવેમાં વર્ષ 2021 માટે ડેટા આપવામાં આવ્યો હતો. જે એકદમ આશ્ચર્યજનક હતું. આંકડાઓ અનુસાર, રેલવેએ સ્ટેશનો અને ટ્રેનો પર ગુટખાના ડાઘ દૂર કરવા માટે લગભગ 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular