જામનગર શહેરમાં આદર્શ સ્કૂલ પાસે રહેતાં શખ્સના ઘરે પાણી ભરવા આવેલી તરૂણીની આબરૂ લેવાના ઈરાદે શખ્સે બળજબરી કરી જાતિય હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આદર્શ સ્કૂલ પાસેના વિસ્તાારમાં રહેતાં હારુન ફકીર નામના શખ્સના મકાનમાં પાણી ભરવા આવેલી તરૂણીની શખ્સે આબરૂ લેવાના ઈરાદે બળજબરીપૂર્વક જાતિય હુમલો કરતાં તરૂણીએ બુમાબુમ કરી હતી. જેથી શખ્સ નાશી ગયો હતો. ત્યારબાદ આ બનાવ અંગેની જાણ ભોગ બનનારના પિતા દ્વારા કરવામાં આવતા પીઆઇ એન.એ. ચાવડા તથા સ્ટાફે હારુન ફકીર નામના નરાધમ વિરૂધ્ધ પોકસો કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.