Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં માંડવી ટાવર નજીક મકાનમાં આગ લાગતા વૃધ્ધ દાઝ્યા

જામનગરમાં માંડવી ટાવર નજીક મકાનમાં આગ લાગતા વૃધ્ધ દાઝ્યા

ફાયર વિભાગ દ્વારા વૃધ્ધને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા

- Advertisement -

જામનગર શહેરમાં માંડવી ટાવર પાસે મકાનમાં આગ લાગતા વૃદ્ધ દાઝી જતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના માંડવી ટાવર વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં વહેલીસવારના સમયે અકસ્માતે આગ લાગી હતી. આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી આ મકાનમાં વૃદ્ધ સુતા હોય તે પણ આગની ઝપેટમાં આવી જતાં દાઝી ગયા હતાં. ફાયર વિભાગની ટીમ દ્વારા તેમને બહાર તાાત્કાલિક સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ આગને પરિણામે વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular