Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન

ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન

- Advertisement -

મુસાફરોની સુવિધા માટે અને હોળીના તહેવાર દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવે ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવશે.

- Advertisement -

ટ્રેન નંબર 09523 ઓખા – દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ 19 માર્ચના રોજ 10.00 કલાકે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે 10.10 કલાકે દિલ્હી સરાય રોહિલા પહોંચશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા-ઓખા સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલ્લાથી 20 માર્ચના રોજ 13.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.50 કલાકે ઓખા પહોંચશે.

- Advertisement -

આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, અલવર. અને રેવાડી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ધડ ક્લાસ ના કોચ હશે.

ટ્રેન નંબર 09523 નું બુકિંગ 11 માર્ચ, 2024 થી તમામ ઙછજ કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular