Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયએસબીઆઇ સામે સુપ્રિમકોર્ટ આકરા પાણીએ

એસબીઆઇ સામે સુપ્રિમકોર્ટ આકરા પાણીએ

કડક આદેશ : કાલ સાંજ સુધીમાં ઇલેકટ્રોલ બોન્ડની વિગતો આપો

- Advertisement -

ઇલેકટ્રોલ બોન્ડની વિગતો જાહેર કરવા મામલે સુપ્રિમ કોર્ટે એસબીઆઇ સામે આકરૂં વલણ અખત્યાર કર્યુ છે. એસબીઆઇએ આ માટે 4 મહિનાનો સમય માંગતી કરેલી અરજીને ફગાવી દઇ સુપ્રિમ કોર્ટે આજે કડક આદેશ કર્યો હતો. જેમાં આવતીકાલ સાંજ સુધીમાં ઇલેકટ્રોલ બોન્ડની વિગતો આપવા એસબીઆઇને જણાવવામાં આવ્યું છે. જયારે આ વિગતો 15 માર્ચ સુધીમાં જાહેર કરવા ઇલેકશન કમિશનને પણ સૂચના આપવામાં આવી છે.

- Advertisement -

ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકાયા બાદ સુપ્રીમકોર્ટે એસબીઆઈ બેન્કને આ બોન્ડ ખરીદનારા અને તેને રોકડમાં વટાવનારાઓની તમામ વિગતો અને આંકડા જાહેર કરવા કહ્યું હતું. જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ફરી એકવાર આ મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમકોર્ટમાં એસબીઆઈએ માગ કરી હતી કે તેમને વધુ સમય આપવામાં આવે અને જૂન પછી આંકડા જાહેર કરવામાં આવે. આ મામલે હાલ સુપ્રીમકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન સીજેઆઈના નેતૃત્વ હેઠળની બેન્ચે એસબીઆઈ દ્વારા ચૂંટણી બોન્ડ અંગેના આંકડાઓ જાહેર કરવામાં થઈ રહેલા વિલંબને લઈને સવાલો ઊઠાવ્યા હતા. તેમણે એસબીઆઈ વતી હાજર વકીલ હરીશ સાલ્વેને કહ્યું હતું કે જો તમે કહી રહ્યા છો કે અમારી પાસે આ કવરમાં તમામ વિગતો છે કે કોણે ખરીદયા છે અને કઈ રાજકીય પાર્ટીએ તેને રોકડમાં વટાવ્યાં છે તો પછી વિગતો જાહેર કેમ નથી કરતાં? કવર ઓપન કરો અને વિગતો આપો. આ દરમિયાન એસબીઆઈએ ત્રણ અઠવાડિયાનો સમય માગ્યો હતો જેના પર સુપ્રીમકોર્ટે સ્પષ્ટ કહી દીધું કે તમે કવર ઓપન કરો અને ચૂંટણી પંચને વિગતો આપો જેથી સૌની સામે આવી શકે. સુનાવણી દરમિયાન એક સમયે સીજેઆઈએ એસબીઆઈના વકીલ હરીશ સાલ્વેને પૂછ્યું હતું કે અગાઉ અમે આ મામલે 15 ફેબ્રુઆરીએ સુનાવણી કરી હતી તમને વિગતો જાહેર કરવા નિર્દેશ આપી દીધો હતો. હવે આપણે 11 માર્ચે મળ્યાં છીએ. આ દરમિયાન 26 દિવસ વીતી જવાં છતાં એસબીઆઈ દ્વારા અમારા નિર્દેશો પર શું કાર્યવાહી કરવામાં આવી તે જવાબ આપશો? તમે કોઈ કાર્યવાહી નથી કરી. એસબીઆઈએ કોઓપરેટ કરવાની જરૂર છે. નિર્દેશોનું પાલન કરવામાં આવે અને વિગતો જાહેર કરવામાં આવે. સુપ્રીમકોર્ટે કહ્યું કે અમારો આદેશ સ્પષ્ટ હતો. આ એક ગંભીર મામલો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular