નિકાસ કરવાની બાબતમાં ભારતના ટોપ ટેન જિલ્લાઓમાં ગુજરાતના ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ચાર જિલ્લાઓમાં 13.6 ટકા એક્સપોર્ટ સાથે જામનગર મોખરાને સ્થાને છે.
આ યાદીમાં છઠ્ઠા ક્રમે ગુજરાતનો સુરત જિલ્લો આવે છે. સુરત જિલ્લો 2.96 ટકા નિકાસ કરે છે. 2.35 ટકા નિકાસ સાથે કચ્છ જિલ્લો સાતમા ક્રમે છે. તેમ જ 2.34 ટકા નિકાસ સાથે અમદાવાદ આઠમા ક્રમે છે. તેમ જ 2.22 ટકા નિકાસ સાથે ભરૂચ જિલ્લો દસમા ક્રમે છે. આ ઉપરાંત જો ભારતના અન્ય શહેર કે જિલ્લાની વાત કરવામાં આવે તો નિકાસની બાબતમાં 3.97 ટકાની નિકાસ સાથે કાંચીપુરમ બીજા ક્રમે છે. તેમ જ 3.16 ટકા નિકાસ સાથે મુંબઈ ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે આવેલું પૂણે 3.09 ટકા નિકાસ કરે છે. મુંબઈના પરાંઓમાંથી થતી નિકાસ 2.76 ટકા જેટલી છે. નોઈડા 2.31 ટકા નિકાસ સાથે નવા ક્રમે છે. એક્સપોર્ટની બાબતમાં ગુજરાત કાઠું કાઢી રહ્યું છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ સ્ટેટ હોવાથી ગુજરાતમાંથી નિકાસ વધારે થઈ રહી છે.