Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારમોટી માટલી ગામ નજીક બે બાઈક અથડાતા એકટીવા ચાલકનું મોત

મોટી માટલી ગામ નજીક બે બાઈક અથડાતા એકટીવા ચાલકનું મોત

- Advertisement -

કાલાવડ તાલુકાના મોટી માટલી ગામ નજીક આવેલી હોટલ પાસેથી પસાર થતા એકટીવાચાલકને સામેથી આવતા બાઈકસવારે ધડાકાભેર ઠોકર મારતા અકસ્માતમાં એકટીવાચાલક યુવકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્ર્વરનગર માટેલ ચોક વિસ્તારમાં રહેતો આશિષ દિલીપભાઈ દોલતાણી નામનો યુવક ગત તા.14 જાન્યુઆરીના રોજ જામનગરથી કાલાવડ નજીક આવેલા રણુજા મંદિરે તેના જીજે-10-સીજે-9029 નંબરના એકટીવા પર જતો હતો તે દરમિયાન મોટી માટલી ગામ નજીક પહોંચ્યો ત્યારે કાલાવડ તરફથી પૂરપાટ આવી રહેલા જીજે-10-એએ-9215 નંબરના બાઈકસવારે આશિષના એકટીવા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં આશિષને માથામાં તેમજ હાથમાં ગંભીર ઈજા પહોંચતા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની માતા સપનાબેન દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular