લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના કેસમાં પોકસો કોર્ટે આરોપીને 20 વર્ષની સજા તથા સગીરાને 6 લાખ રૂપિયા વળતર ચૂકવી આપવા હુકમ કર્યો છે.
આ અંગેની વિગત મુજબ, આરોપી રજાક કરીમ સમ, રહે. ખટીયા તા. લાલપુર જી. જામનગર વાળા વિરૂધ્ધ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા બળજબરીથીથી અપહરણ કરી અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ અંગેનો ગુનો દાખલ થયો હતો. જે કેસ જામનગરની પોકસો સ્પેશિયલ કોર્ટ એ.એ. વ્યાસની કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકારી વકીલ દ્વારા ફરિયાદી – ભોગ બનનાર તથા જુદા જુદા સાહેદોની જુબાની તથા રજૂ કરેલ દસ્તાવેજી પૂરાવા ધ્યાને લઇ, અને બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આ કેસમાં આરોપીને દોષિત જાહેર કરીને જામનગરની પોકસો સ્પેશિયલ કોર્ટના જજ એ.એ.વ્યાસ દ્વારા આરોપી રજાક કાસમ સમાને 20 વર્ષની જેલ સજા તથા રૂા.10 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની જેલ સજા ભોગવવી તથા ભોગ બનનાર સગીરાને વળતર તરીકે રૂા.6 લાખ પૂરા ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જામનગરના જાણીતા સીનીયર આસી. ડી.જી.પી. મુકેશકુમાર પી. જાની રોકાયેલા હતાં.