Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરના SP-દ્વારકાના DYSPને ડીજીપી કમેન્ડેશન ડિસ્ક-2022 એવોર્ડ

જામનગરના SP-દ્વારકાના DYSPને ડીજીપી કમેન્ડેશન ડિસ્ક-2022 એવોર્ડ

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુને લેન્ડ ગ્રેબિંગ અને ગુજસીટોક સહિતની કામગીરીઓ બદલ એવોર્ડ અપાશે : દ્વારકા ડીવાયએસપી સમીર સારડાને ડીમોલીશન, કોરોના, લોકડાઉન કામગીરી, પ્રધાનમંત્રી પ્રવાસ દરમિયાન સહિતની પ્રશંસનિય કામગીરી બદલ સન્માનિત કરાશે

- Advertisement -

વર્ષ 2022 માં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ -કર્મચારીઓ દ્વારા ઉત્કૃષ્ઠ અને સરાહનીય કામગીરી બદલ ડીજીપી કમેન્ડેશન ડિસ્ક-2022 એવોર્ડ માટે જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને દ્વારકા ડીવાયએસપી સમીર સારડા, પીએસઆઈ પી સી સીંગરખીયા સહિત 110 પોલીસકર્મીઓને આવતીકાલે ગુજરાત પોલીસ એકાદમી ખાતે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

- Advertisement -

આ એવોર્ડમાં 110 અધિકારીઓ અને કર્મચારીઓ પૈકી જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની પસંદગી કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુને ફરજ દરમ્યાનના શહેરમાં આવેલ કુખ્યાત અસામાજીક તત્વો, ગુંડાઓ તથા બળજબરીથી સરકારી તથા ખાનગી માલિકીની જમીન પર કબજો કરતા ઇસમો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ તથા ગુજસીટોક અન્વયે જુદા-જુદા ગુના દાખલ કરાવી આરોપીઓ વિરુધ્ધમા જરૂરી દસ્તાવેજી પુરાવા એકત્રીત કરાવી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આવા અસામાજીક તત્વોથી ત્રસ્ત સામાન્ય નાગરીકોને ન્યાય અપાવ્યો હતો. તેમજ હિમ્મત અને સુઝબુઝ ભરી કામગીરી કરેલ, શહેરમાં અસામાજીક તત્વોના ત્રાસને દુર કરી સામાન્ય નાગરિક અને પોલીસ વચ્ચે સમન્વય સાધી સામાન્ય નાગરિકના માનસ પર પોલીસ વિભાગની છબી સુધારેલ અને પોલીસ તમામ પ્રજા ની મિત્ર છે જે સંદેશો સમાજમાં ફેલાવેલ છે. આમ, પ્રેમસુખ ડેલૂની સંતોષપૂર્વક કામગીરી બદલ ‘ડી.જી.પી. કમેન્ડેશન ડિસ્ક-2022’ આગામી ગુરૂવારના રોજ ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવશે.

તેમજ આ એવોર્ડ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા સમીર સારડાની ડીજીપી. કમેન્ડેશન ડિસ્ક-2022 માટે પસંદગી કરવામાં આવી છે તેમણે વર્ષ 2021-22 માં દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમી સમયે ભક્તોની ભારે ભીડને પહોંચી વળવા સુરક્ષા વ્યવસ્થા અને તમામ ભકતોને દર્શન થાય તેવી સુુવ્યવસ્થા ઉપરાંત કોરોના બાદ મંદિરમાં કોવિડના પ્રોટોકોલનું પાલન કરાવી તમામ ભકતોને ભગવાનના વ્યવસ્થિત દર્શન થાય તેવી સુરક્ષા વ્યવસ્થા તેમજ આ સુરક્ષા વ્યવસ્થાને કારણે એક દિવસમાં એક લાખથી વધુ ભકતોએ દ્વારકાધિશના દર્શન કર્યા હતાં. ઉપરાંત ગુજરાત તથા રાજ્ય બહારના હાઈકોર્ટના ન્યાયધિશો તેમજ રાજ્યના ચીફ જસ્ટિસોની દ્વારકા મંદિરની મુલાકાત દરમિયાન પ્રોટોકોલના પાલન સાથે ભગવાનના દર્શન કરાવી સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તની જાળવણી રાખવા તથા ઉચ્ચ અધિકારીઓની દ્વારકા મંદિર મુલાકાત દરમિયાન ભગવાનના સુંદર દર્શનની સાથે-સાથે ઐતિહાસિક મહત્વ સમજાવવાની કામગીરી તથા પરંપરાગત રીતે ઉજવાતા હોળી-ધૂળેટીના ફુલડોલ ઉત્સવમાં પણ દર્શનાર્થે આવતા લાખો દર્શનાર્થીઓને ભગવાનના દર્શન કરવામાં અને ફુલડોલ ઉત્સવમાં કોઇ તકલીફ ન પડે તેવો બંદોબસ્ત ગોઠવવાની સાથે સાથે મંદિરના પટાંગણમાં જ રંગોત્સવમાં ભકતો હોળીએ નિર્ભયી રીતે રમી શકે તેવી પોલીસ અધિક્ષકના નેજા હેઠળ કામગીરી કરવા તથા નાયબ પોલીસ અધિક્ષક તરીકે એસસીએસટી સેલની કામગીરી ઉપરાંત લેન્ડગ્રેબિંગના ગુનાની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરી હતી.

- Advertisement -

ઉપરાંત નગરપાલિકા, તાલુકા પંચાયતની ચુંટણીઓ દરમિયાન સતત પેટ્રોલીંગ અને મતદાન પ્રક્રિયા તથા મત ગણતરી બંદોબસ્તની ફરજ બજાવી વિશિષ્ટ કામગીરી અને વૈશ્ર્વિક મહામારી કોરોનામાં દ્વારકા જિલ્લા હોસ્પિટલમાં સમયસર ઓક્સિજન મળી રહે અને ઓક્સિજન સપ્લાય સુરક્ષા વ્યવસ્થાના નોડલ ઓફિસર તરીકેની કામગીરી કરી હતી તથા દેવભૂમિ દ્વારકાના બેટમાં અનઅધિકૃત બાંધકામ અને સરકારી જમીન ઉપરના દબાણો દુર કરવામાં ડીમોલીશન ટીમના ઈન્ચાર્જ તરીકેની કામગીરી તથા કલ્યાણપુર તાલુકાના હર્ષદ, ભોગાત અને નાવદ્રાની જમીન પરના અનઅધિકૃત દબાણો અને સરકારી જમીનો પર ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી કરી હતી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની દ્વારકા મંદિરની મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તની કામગીરી તથા ચકચારી કેસોમાં 20 વર્ષની સજા સુધી આરોપીને પહોંચાડવાની કામગીરી તથા એસસીએસટી સેલના ડીવાયએસપી તરીકે છેવાડાના પોસીત્રા ગામમાં મામલતદાર, ટીડીઓને સાથે રાખી નવતર લોક દરબારનું આયોજન કરવાની કામગીરી બદલ ડી.જી.પી. કમેન્ડેશન ડિસ્ક-2022 એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે અને આવતીકાલે કરાઈમાં ગુજરાત પોલીસ એકેડમી ખાતે એવોર્ડ એનાયત કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular