ભાણવડના ત્રણ પાટીયા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડમાં દુકાન ધરાવતા કિશનભાઈ દિનેશભાઈ આહીર (ઉ.વ. 21) નામના વેપારી યુવાન સાથે ખેત પેદાશની ધાણીની દલાલી બાબતે ઝઘડો કરી અને વેરાડ ગામના નિર્મળ કેશુ જોગલ અને શીવા ગામના મિલન હમીર કનારા નામના બે શખ્સો દ્વારા તેમને બિભત્સ ગાળો કાઢી, લાકડી વડે માર મારીને ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506(2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.