જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર કચેરી- જામનગર દ્વારા વિવિધ કક્ષાએ સાંસદ ખેલ મહોત્સવમાં યોજાનારી રમતના સંકલનની યાદી તૈયાર કરવામાં આવી છે. તાલુકા કક્ષા, ઝોન કક્ષા, લોકસભા કક્ષા અને પુર્ણાહુતિ સમારોહની સ્પર્ધામાં તમામ વયજૂથના લોકો ભાગ લઈ શકશે.
તાલુકા કક્ષાએ તા.4 માર્ચે ધ્રોલ તાલુકામાં બી.એમ.પટેલ સ્કુલ વાંકિયા ખાતે કબ્બડીની સ્પર્ધા યોજાશે. તા.5 માર્ચે ધ્રોલ તાલુકામાં બી.એમ.પટેલ સ્કુલ વાંકિયા ખાતે ખો-ખોની સ્પર્ધા યોજાશે. જે માટે નોડલ અધિકારી પારસભાઈ અરણીયાના મોબાઈલ નંબર- 8511451991 પર સંપર્ક સાધવો. તા.6 માર્ચે ધ્રોલ તાલુકામાં ડેલ્ટા સ્કૂલ, સોયલ ખાતે વોલીબોલની સ્પર્ધા યોજાશે. જે માટે નોડલ અધિકારી કૌશિકભાઈ ઘેટિયાના મોબાઈલ નંબર- 8320703410 પર સંપર્ક સાધવો.
તા.5 માર્ચે જોડીયા તાલુકામાં સાંઈ વિદ્યાસંકુલ ખાતે કબ્બડીની સ્પર્ધા યોજાશે. જે માટે નોડલ અધિકારી જગદીશ વિરમગામાના મોબાઈલ નંબર- 9979399062 પર સંપર્ક સાધવો. તા. 6 માર્ચે જોડીયા તાલુકામાં સાંઈ વિદ્યાસંકુલ ખાતે ખો-ખોની સ્પર્ધા યોજાશે. જે માટે નોડલ અધિકારી જગદીશ વિરમગામાના મોબાઈલ નંબર- 9979399062 પર સંપર્ક સાધવો.
તા.4 માર્ચે જોડીયા તાલુકામાં હરિયાણા મા. શાળા ખાતે એથલેટિક્સની સ્પર્ધા તથા જામજોધપુર તાલુકામાં વિજાપુર વિદ્યાસંકુલ, સીદસર ખાતે ખો-ખોની સ્પર્ધા યોજાશે. તા.4 માર્ચે લાલપુર તાલુકામાં વીર સાવરકર વિદ્યાલય ખાતે ખો-ખોની સ્પર્ધા તા.5 માર્ચે લાલપુર તાલુકામાં વીર સાવરકર વિદ્યાલય ખાતે વોલીબોલની સ્પર્ધા યોજાશે. જે માટે નોડલ અધિકારી રાકેશભાઈ માયાવંશીના મોબાઈલ નંબર- 7359731476 પર સંપર્ક સાધવો. તા.6 માર્ચે લાલપુર તાલુકામાં ખારા ગ્રાઉન્ડ, લાલપુર બાયપાસ ખાતે એથલેટિક્સની સ્પર્ધા યોજાશે. જે માટે નોડલ અધિકારી રાકેશભાઈ માયાવંશીના મોબાઈલ નંબર- 7359731476 પર સંપર્ક સાધવો.
તા. 4 માર્ચે કાલાવડ તાલુકામાં જે.પી.એસ. સ્કૂલ ખાતે ખો-ખોની સ્પર્ધા તા.5 માર્ચે કાલાવડ તાલુકામાં જે.પી.એસ. સ્કૂલ ખાતે વોલીબોલની સ્પર્ધા યોજાશે. જે માટે નોડલ અધિકારી રમેશભાઈ દોંગાનો સંપર્ક કરવો. તા.5 માર્ચે કાલાવડ તાલુકામાં જે.પી.એસ. સ્કૂલ ખાતે એથલેટિક્સની સ્પર્ધા યોજાશે. જે માટે નોડલ અધિકારી રમેશભાઈ દોંગાનો સંપર્ક કરવો.
તા.6 માર્ચે જામનગર ગ્રામ્યમાં ધી પટેલ સ્કૂલ, ધ્રાંગડા ખાતે કબ્બડીની સ્પર્ધા યોજાશે. જે માટે નોડલ અધિકારી કેતન વારાના મોબાઈલ નંબર- 9725922747 પર સંપર્ક સાધવો. તા. 4 માર્ચે જામનગર ગ્રામ્યમાં ધી પટેલ સ્કૂલ, ધ્રાંગડા ખાતે ખો-ખોની સ્પર્ધા યોજાશે. તા.5 માર્ચે જામનગર ગ્રામ્યમાં પટેલ ભીમજીભાઈ બાલેશ્વર વિનય મંદિર હાઈસ્કૂલ, મોટી બાણુગાર ખાતે એથલેટિક્સની સ્પર્ધા યોજાશે. જે માટે નોડલ અધિકારી કેતન વારાના મોબાઈલ નંબર- 9725922747 પર સંપર્ક સાધવો. તા.4 માર્ચે આકાશ ઈન્ટરનેશનલ સ્કૂલ, કનસુમરા પાટિયા- જામનગર ખાતે ઝોન- 1,2,3 અને 4 મુજબ કબડ્ડીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.5 માર્ચે આકાશ ઈન્ટરનેશનલ સ્કૂલ, કનસુમરા પાટિયા- જામનગર ખાતે ઝોન- 1,2,3 અને 4 મુજબ ખો-ખોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે નોડલ અધિકારી સંજયસિંહ જાડેજાના મોબાઈલ નંબર- 9016474052 પર સંપર્ક સાધવો.
તા.6 માર્ચે આકાશ ઈન્ટરનેશનલ સ્કૂલ, કનસુમરા પાટિયા- જામનગર ખાતે ઝોન- 1,2,3 અને 4 મુજબ વોલીબોલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે નોડલ અધિકારી સંજયસિંહ જાડેજાના મોબાઈલ નંબર- 9016474052 પર સંપર્ક સાધવો. તા.6 માર્ચેઆકાશ ઈન્ટરનેશનલ સ્કૂલ, કનસુમરા પાટિયા- જામનગર ખાતે ઝોન- 1,2,3 અને 4 મુજબ એથલેટિક્સની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે નોડલ અધિકારી સંજયસિંહ જાડેજાના મોબાઈલ નંબર- 9016474052 પર સંપર્ક સાધવો. જામનગર મહાનગરપાલિકાની ઝોન કક્ષાની સ્પર્ધાઓ માટે ઝોન નં.1 માં વોર્ડ નંબર 5,6,7 અને 8 છે. ઝોન નં. 2 માં વોર્ડ નંબર 9,10,11 અને 13 છે. ઝોન નં. 3 માં વોર્ડ નંબર 12,15,16 અને 14 છે. તેમજ ઝોન નં. 4 માં વોર્ડ નંબર 1,2,3 અને 4 છે.
લોકસભા કક્ષાની સ્પર્ધાઓ માટે તા.7 માર્ચે વિજાપુર વિદ્યાસંકુલ, સીદસર ખાતે વિવિધ રમતો કબ્બડી, ખો-ખો, વોલીબોલ અને એથલેટિક્સની સ્પર્ધાઓ માટે નોડલ અધિકારી મૌલિકભાઈ જાવિયાના મોબાઈલ નંબર- 9428279397 પર સંપર્ક સાધવો. તા.7 માર્ચે બહેનો માટે વિજાપુર વિદ્યાસંકુલ, સીદસર ખાતે રસ્સા ખેંચ/નારગોલ, લીંબુ ચમચી દોડ, કોથળા દોડ, સંગીત ખુરશી જેવી વિવિધ રમતો માટે નોડલ અધિકારી મૌલિકભાઈ જાવિયાના મોબાઈલ નંબર- 9428279397 પર સંપર્ક સાધવો. આ તમામ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો માટે રિપોર્ટીંગ કરવાનો સમય સ્પર્ધા સ્થળ પર સવારે 08:00 કલાકનો રહેશે. સવારે 08:00 કલાકે તમામ સ્પર્ધકોએ ઉપસ્થિત રહેવું.
પુર્ણાહુતિ સમારોહમાં તા.9 માર્ચે પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર ખાતે કબ્બડી, ખો-ખો વયજૂથ અંડર 17, 100 મીટર દોડ વયજૂથ અંડર 14, 17 અને ઓપન એજ કેટેગરીમાં લીંબુ ચમચી, કોથળા દોડ અને રસ્સા ખેંચની સ્પર્ધાઓ યોજાશે. જે માટે નોડલ અધિકારી મયુર ગંજેલીયાના મોબાઈલ નંબર- 9428720707 અને વિજયસિંહ જુંજીયાના મોબાઈલ નંબર- 8200076724 પર સંપર્ક સાધવો.
સાંસદ ખેલ મહોત્સવ- 2024 અંતર્ગત તેનો પુર્ણાહુતિ સમારોહ તા.09 માર્ચના રોજ સાંજે 06:00 કલાકે પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર ખાતે યોજાશે આ પુર્ણાહુતિ સમારોહમાં અત્રે જણાવ્યા અનુસાર રમતના ફાઈનલ મેચ યોજાશે. આ તમામ બાબતોની સર્વે સ્પર્ધકોને ખાસ નોંધ લેવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે.મદ્રા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.