ભાણવડ પોલીસ વિભાગ દ્વારા તાલુકાના મોડપર ગામનો યુવક ટ્રેઇન નીચે કપાઇ જઇ આપઘાત કરે એ પહેલાં જ પોલીસ દોડી ગઇ હતી અને યુવકને પોલીસ થાથે લઇ આવી સમજાવતાં તેનો જીવ બચી ગયો હતો. પોલીસની માનવતાની લોકોમાં પ્રશંસા થઇ હતી.
બનવાની મળતી વિગત મુજબ ભાણવડ તાલુકાના મોડપર ગામે ગૌ શાળાની બાજુમાં રહેતો શ્રમિક યુવક રાહુલપરી મનસુખ પરી ભાણવડ રેલવે સ્ટેશન ખાતે આવી ટ્રેઇન નીચે કપાઇ આપઘાત કરવા આવેલ હતો. ત્યારે આ અંગેની જાણ તેની બહેન અસ્મીતાબેન રામદતીને કરી હતી. ભાઇ રાહુલપરીએ બેનને જણાવ્યું હતું કે, તારે મારૂં મોેઢું જોવું હોય તો છેલ્લીવાર આવીજા આથી બેને ભાણવડ પોલીસ થાણે કોલ દ્વારા જાણ કરી હતી. જેથી ભાણવડના પી.એસ.આઇ. એમ.આર. સવસેટા, સ્ટાફના જી.એ. ગોજિયા, મયુરસિંહ જાડેજા, વેજાણંદભાઇ બેરા, અજય ભારવાડિયા, એસ. એમ. હુણ, અશોકભાઇ ડુમાણીયા સહિત તાકિદે ભાણવડ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. અને તપાસ હાથ ધરતાં બાજુમાં બાવળની ઝાડીમાં યુવક સંતાઇને બેઠો હતો જેથી પોલીસે તેને સમજાવી પોલીસ થાણે લઇ આવી હતી. જયાં સાંત્વના આપી હતી. આમ પોલીસની મદદથી યુવકનો જીવ બચી જતાં પ્રશંસા થઇ છે.


