Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારદેવભૂમિ દ્વારકા જિલ્લાના 48 પોલીસ કર્મચારીઓને અપાયું પ્રમોશન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના 48 પોલીસ કર્મચારીઓને અપાયું પ્રમોશન

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 48 પોલીસ કર્મીઓને સામુહિક રીતે બઢતીના ઓર્ડરો કરવામાં આવ્યા છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જારી કરવામાં આવેલા પોલીસ કર્મચારીઓની બઢતીના ઓર્ડરોમાં 14 અના. હેડ કોન્સ્ટેબલને અના. એ.એસ.આઈ. તરીકે, 26 અના. પોલીસ કોન્સ્ટેબલને અના. હેડ કોન્સ્ટેબલ તરીકે, 7 આર્મ્ડ હેડ કોન્સ્ટેબલને આર્મ્ડ એ.એસ.આઈ. તરીકે તેમજ 1 માઉન્ટેડ આર્મ પોલીસ કોન્સ્ટેબલને માઉન્ટેડ આર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે સિનિયોરીટી મુજબ બઢતી આપવાના હુકમ થયા છે.
આ તમામ બઢતી પામેલા પોલીસ કર્મચારીઓને જે-તે પોલીસ મથકમાં જ જવાબદારી સોંપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular