Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા નગરપાલિકાની સોમવારે સામાન્ય સભા

ખંભાળિયા નગરપાલિકાની સોમવારે સામાન્ય સભા

પશુ નિયંત્રણ તેમજ ગાંડીવેલ સહિતના મુદ્દાઓ રજૂ થશે : બેઠકના એજન્ડામાં 35 થી વધુ મુદ્દાઓ લેવાયા

- Advertisement -

ખંભાળિયા નગરપાલિકાની આગામી સભા સોમવાર તા.4 ના રોજ સાંજે 4 વાગ્યે ખંભાળિયા નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે યોજવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલી આ જનરલ બોર્ડની બેઠકના એજન્ડામાં કુલ 35 મુદ્દાઓ લેવામાં આવ્યા છે.

- Advertisement -

આ મુદ્દાઓમાં અહીંની મહત્વની એવી ઘી નદીમાં વર્ષોથી જામી ગયેલી અને નગરપાલિકા માટે સીરદર્દ સમાન ગાંડીવેલને દૂર કરવા, એનિમલ બર્થ કંટ્રોલ અન્વયે રખડતા કુતરાઓનું ખસીકરણ અને રસીકરણ કરવા, શહેરમાં વધતા જતા પશુઓના ત્રાસ અંગે સરકારની માર્ગદર્શિકા મુજબ આયોજન કરવા, અહીંના રામનગર વિસ્તારમાં આવેલી ગૌચરવાળી જમીનમાં રખડતા ઢોર માટે પાંજરાપોળ બનાવવા માટેની જમીન ફાળવવા, લાંબા સમય બાદ કાર્યરત બનેલી ઇલેક્ટ્રીક સ્મશાન ભઠ્ઠીના મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ અંગેનો કરાર ખર્ચ કરવા, નગરપાલિકામાં રહેલી ખાલી જગ્યાઓ ભરવા, શહેર માટે જુદી-જુદી ગ્રાન્ટમાંથી કામો નક્કી કરવા, વિવિધ સાધનો તેમજ વાહનોની ખરીદી કરવા, શહેરમાં ચાલી રહેલા હેરિટેજના કામો અંગેની ચર્ચા કરવા, ઘી નદી પાસે સ્મશાન નજીક આવેલા ચેક ડેમને નયારા કંપની સાથે જરૂરી પાર્ટનરશીપ કરી અને વિકાસ કરવા, શહેર વિસ્તાર નજીક સોલાર પ્રોજેક્ટ તેમજ પાર્ટનરશીપ ધોરણે પવનચક્કી બનાવવા, અહીંના ટાઉન હોલને સ્વામી વિવેકાનંદ નામકરણ કરવા, જડેશ્વર રોડ ઉપર આવેલા સોનલ માતાજીના મંદિર બનાવવા માટે જગ્યા ફાળવવા બાબત તેમજ ભાડાપટ્ટાની દુકાનો અને જમીનોનું આગામી વર્ષનું ભાડું વસૂલ કરવાની બાબત આ એજન્ડામાં લેવામાં આવી છે.

આ ઉપરાંત આ જનરલ બોર્ડમાં આગામી વર્ષ 24-25 નું વાર્ષિક બજેટ પણ રજૂ કરવામાં આવશે. ભાજપની સંપૂર્ણ બહુમતી સાથેની ખંભાળિયા નગરપાલિકાની આ જનરલ બોર્ડની બેઠક અગાઉની જેમ આ વખતે પણ શાંતિપૂર્ણ રીતે અને સર્વસંમતિથી સંપન્ન થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular