Friday, October 18, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત રાજ્ય આચાર્ય સંઘના રાજ્ય કક્ષાના તમામ હોદ્દેદારો બિનહરીફ વરાયા

ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના રાજ્ય કક્ષાના તમામ હોદ્દેદારો બિનહરીફ વરાયા

- Advertisement -

ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની ચૂંટણી તાજેતરમાં સુચારૂરૂપે સંપન્ન થઈ હતી. ત્યારે હાલ હોદ્દાઓ મેળવવા માટે ગળાકાપ હરીફાઈઓ, સ્પર્ધાઓ અને ખેંચતાણ થાય છે, ત્યારે સમગ્ર રાજ્યની ટીમ બિન હરીફ રીતે જાહેર થતા રાજ્યમાં આ અનોખો રેકોર્ડ થયો છે.

- Advertisement -

ચૂંટણી અધિકારી દિલીપકુમાર કે. પટેલ દ્વારા રાજ્ય કક્ષાના ચાર હોદ્દેદારો પ્રમુખ, સારસ્વત સંપાદક, કલ્યાણ નિધિ ક્ધવીનર તથા અન્વેશક એ ચાર હોદ્દાઓ માટે એક-એક જ નામ આવતા તથા ઝોનકક્ષાએ ઝોનના ચારેય ચૂંટણી અધિકારીઓ દ્વારા પણ તેમના તમામ હોદાઓ બિન હરીફ જાહેર થતાં રાજ્યના આ મોટા સંઘનો તમામ હોદ્દા પર બિનહરીફનો આ એક રેકોર્ડ થયો છે.

આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ સદસ્ય અને અગ્રણી કેળવણીકાર તથા ઇડર તાલુકાના ઉમેદગઢની સી.જી. મહેતા હાઈસ્કૂલના આચાર્ય ભાનુપ્રસાદ એ. પટેલની વરણી થઈ છે. રાજ્ય સંઘના અધ્યક્ષ તરીકે પૂર્વ પ્રમુખ જે.પી. પટેલ, સંઘના મેગેઝીન સારસ્વતના સંપાદક તરીકે અમદાવાદની માતૃછાયા સ્કૂલના અમિત રમેશચંદ્ર પંડ્યા, અન્વેષક તરીકે નારગોલના પંકજભાઈ પરમાર, કલ્યાણ નિધિ કન્વીનર તરીકે મોરબીના એસ.પી સરસાવાડીયા નિમાયા છે.

- Advertisement -

રાજ્યના ચારેય ઝોનના મહામંત્રીઓ ગાંધીનગરના ભરતભાઈ એમ. ચૌધરી (પૂર્વ બોર્ડ સદસ્ય), પેટલાદના કેતનભાઈ પટેલ, ગોંડલના સુનિલકુમાર બરોસીયા તથા વડોદરાના મિતેશકુમાર પટેલ નિમાયા છે.

ચારેય ઝોનના ઉપપ્રમુખમાં ખેડાના દિનેશચંદ્ર ભટ્ટ,ગાંધીનગરના પ્રદીપસિંહ ચાવડા, તાપીના રીપેનકુમાર ગામીત ખંભાળિયાના જગમાલભાઈ ભેટારીયા, અરવલ્લીના નરેશભાઈ પટેલ, દાહોદના મુકેશકુમાર પટેલ, પોરબંદરના જેનાભાઈ ઓડેદરા તથા ભરૂચના અમિતકુમાર વાંસદીયા નિમાયા છે. રાજ્યના ચારે ઝોનમાં મંત્રી તરીકે કચ્છના રણજીતસિંહ જાડેજા, અમરેલીના ચતુરભાઈ ગોંડલીયા, નર્મદાના નિલેશભાઈ વસાવા, બાલાસિનોરના મુકેશભાઈ પટેલ, બનાસકાંઠાના કાંતિભાઈ રાયાગોર, નવસારીના દર્શનકુમાર દેસાઈ અને ગોધરાના હિતેન્દ્રસિંહ રાઉલજીની નિમણૂક થઈ છે.

- Advertisement -

આ ઉપરાંત સંગઠન મંત્રી તરીકે રાજેન્દ્રસિંહ ચૌહાણ સહિત સાત હોદ્દેદારો, સારશ્વત ઝોનના ક્ધવીનર તરીકે દિનેશભાઈ પટેલ સહિત ચાર, કલ્યાણ નિધિ ઝોન ક્ધવીનર તરીકે સંજયકુમાર શાહ વિગેરેની નિયુક્તિ થઈ છે. રાજ્ય પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ તથા મહામંત્રી ભરતભાઈ ચૌધરી અને જે.પી. પટેલ દ્વારા તમામ 47 હોદ્દેદારોને બિન હરીફ થવા બદલ આભાર માનીને રાજ્યના આચાર્યોના તમામ પ્રશ્ર્નો અંગે સમગ્ર ટીમ સક્રિય રીતે કાર્યરત રહેશે તેવી ખાતરી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular