ખંભાળિયા તાલુકાના સલાયા નજીક આવેલા ગોઈંજ ગામે રહેતા દિલીપભાઈ મનસુખભાઈ ચાઉં નામના 35 વર્ષના રાજગોર બ્રાહ્મણ યુવાનની ધર્મપત્ની જલ્પાબેન ગત તારીખ 14 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરેથી ખંભાળિયાની ખાનગી ગાયનેક હોસ્પિટલમાં દવા લેવા જવાનું કહી, અને રિક્ષામાં બેસીને ગયા બાદ લાપતા બની હોવાની જાણ યુવતીના પતિ દિલીપભાઈએ સલાયા મરીન પોલીસને કરી છે.
ગુમ થનાર જલ્પાબેન ઘઉંવર્ણો રંગના અને મજબૂત બાંધાના હોવાનું તેમજ પાંચ ફૂટ ચાર ઇંચની ઊંચાઈ ધરાવતા જલ્પાબેને ક્રીમ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેણી ગુજરાતી તથા હિન્દી ભાષા બોલી તેમજ લખી-વાંચી શકે છે. આ યુવતીનો પત્તો મળ્યે સલાયા મરીન પોલીસ મથકના ફોન નંબર 02833-285338 અથવા મોબાઈલ નંબર 63574 30480 અથવા તપાસનીસ એ.એસ.આઈ. હરપાલસિંહ જાડેજાના મોબાઈલ નંબર 83203 00161 ઉપર જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.