Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરરિલાયન્સ ગ્રીન્સમાં પ્રિ-વેડીંગનો ધમધમાટ

રિલાયન્સ ગ્રીન્સમાં પ્રિ-વેડીંગનો ધમધમાટ

- Advertisement -

જામનગર નજીક રિલાયન્સ ગ્રીન્સમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડીંગ કાર્યક્રમનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. 1 થી 3 માર્ચ સુધી ચાલનારી આ પ્રિ વેડીંગ સેરેમનીમાં દેશ-વિદેશના મહાનુભાવો ભાગ લેશે. જે પૈકી ફિલ્મ સ્ટારો અને ભારતીય મહાનુભાવોનું આગમન શરૂ થઇ ગયું છે.

- Advertisement -

જયારે આવતીકાલથી વિદેશી મહેમાનોનું આગમન શરૂ થશે. પ્રિ-વેડીંગ સેરેમનીના અનુસંધાને અંબાણી પરિવાર દ્વારા રિલાયન્સ સંકુલ આસપાસના ગામોમાં વિવિધ સાંસ્કૃતિક, ધાર્મિક, કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે. જે અંતર્ગત તાજેતરમાં નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જયારે નાની ખાવડીમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ ગામોમાં અનંત અને રાધિકાના લગ્ન પ્રસંગે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવી રહયું છે. દરમ્યાન ગઇકાલે ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂર જામનગર આવી પહોંચી હતી.

આ ઉપરાંત રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ડાન્સ પર્ફોમન્સ રજૂ કરશે. ઉપરાંત ખ્યાતનામ સિંગર રેહાના પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલથી જામનગર એરપોર્ટ ખાનગી જેટસ અને ચાર્ટર ફલાઇટસથી ધમધમી ઉઠશે. સેરેમનીને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છ.ે જયારે સુરક્ષા વ્યવસ્થા સજજડ કરી દેવામાં આવી છે. પ્રિ વેડીંગ સેરેમનીમાં જે વિદેશી મહાનુભાવો ભાગ લેવા પહોંચવાન છે. તેમાં ફેસબુકના માર્ક ઝુકરબર્ગ, ગુગલના સુંદર પિચાઇ, માઇક્રોસોફટના બિલ ગેટસ, ઇવાન્કા ટ્રમ્પ, લીન ફોસ્ટર, યુરી મિલનર, લેરી ફ્રાન્ક વગેરેનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular