જામનગર શહેરના રણજીતસાગર રોડ પરના વિસ્તારમાંથી બે મહિલા સહિત ચાર શખ્સોને જૂગાર રમતા પોલીસે ઝડપી લઈ તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે જામનગર શહેરના ભોયના ઢાળિયા પાસેથી બે શખ્સો એકી-બેકીનો જૂગાર રમતા ઝડપાયા હતાં. આ ઉપરાંત જોડિયામાંથી પોલીસે રેઈડ દરમિયાન એક વર્લીબાજને ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તથા જામનગર શહેરના ધરારનગર અને અંબર સિનેમા રોડ પરથી પોલીસે રેઈડ દરમિયાન બે-બે શખ્સોને એકી બેકીનો જૂગાર રમતા ઝડપી લઇ તેમની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની પ્રાપ્ત વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના રણજીતસાગર રોડ પટેલ પાર્ક પ્રણામી સોસાયટી વિસ્તારમાંં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ગંગારામ રીજુમલભાઈ તન્ના, નંદલાલ રેણુમલ વધવાઈ અને બે મહિલ સહિત ચાર શખ્સોને રૂા.10,590 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગંજીપના અને રૂા.40 હજારની કિંમતનું મોટરસાઈકલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગરના ભોયના ઢાળિયા પાસેના વિસ્તારમાં જાહેરમાં એકી બેકીનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન રવિપુરી ભાવેન્દ્રપુરી ગોસાઈ તથા નિશાંત પ્રભુદાસ મકવાણા નામના શખ્સને રૂા. 1110 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જોડિયામાં આયુર્વેદના દવાખાના સામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં જાહેરમાં જૂગાર વર્લીનો જૂગાર રમતા પોલીસે રેઈડ દરમિયાન હનિફ દાઉદ સન્ના નામના શખ્સને રૂા.3700 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગરના ધરારનગર સૈયદીચોક વિસ્તારમાં જાહેરમાં એકી બેકીનો જૂગાર રમતા હારજીત કરતા અસગર સુલેમાન વાઘેર અને દાઉદભાઈ ઈશાકભાઈ ભાયા નામના શખ્સોને રૂા.450 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જામનગરના અંબરચોકડી પાસે ઈન્ડીયન ઓઇલના પેટ્રોલ પંપ સામેના વિસ્તારમાં એકી બેકીનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રાજુ નરશી ડોણાશિયા અને નિલેશ ઉર્ફે ચંદુ રમેશ ગુજરીયા નામના બે શખ્સોને રૂા.1030 ની રોકડ સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.